મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'PM મોદી ગ્લોબલ લીડર, ગાઝામાં યુદ્ધ રોકાવી દો'; પેલેસ્ટાઇનના વડાપ્રધાને લખ્યો પત્ર

ગાઝામાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાથી પેલેસ્ટાઇન પરેશાન છે. આ વચ્ચે પેલેસ્ટ

'PM મોદી ગ્લોબલ લીડર, ગાઝામાં યુદ્ધ રોકાવી દો'; પેલેસ્ટાઇનના વડાપ્રધાને લખ્યો પત્ર

ગાઝામાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાથી પેલેસ્ટાઇન પરેશાન છે. આ વચ્ચે પેલેસ્ટાઇનના વડાપ્રધાને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તરત જ યુદ્ધ વિરામ માટે દબાણ બનાવવાનો આગ્રહ કર્યો છે. સાથે જ તેમને યુદ્ધગ્રસ્ત ગાઝાને મળતી સહાયતા વધારવા માટે દુનિયાના બાકી દેશો પર દબાણ વધારવાની અપીલ કરી છે. પેલેસ્ટાઇનના વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ મુસ્તફાએ પોતાના પત્રમાં વડાપ્રધાન મોદીને ગ્લોબલ લીડર ગણાવ્યા છે.

પેલેસ્ટાઇને ભારતને કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવતા પેલેસ્ટાઇનના વડાપ્રધાને કહ્યું કે, તમે એક વૈશ્વિક નેતા છો. માનવ અધિકાર અને શાંતિને મહત્ત્વ આપનારા રાષ્ટ્રના રૂપમાં ગાઝામાં નરસંહારને સમાપ્ત કરવામાં ભારતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.

મુસ્તફાએ કહ્યું, "ભારતે તરત જ યુદ્ધ વિરામ માટે તમામ રાજકીય ચેનલોનો ઉપયોગ કરવો જોઇએ. અમારા દુ:ખને ઓછું કરવામાં અમારી મદદ કરવી જોઇએ. પેલેસ્ટાઇન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમાજ પર દબાણ બનાવવું જોઇએ અને અમારી ઉપર કરવામાં આવતા અત્યાચારો વિરૂદ્ધ દૃઢ વલણ અપનાવવું જોઇએ."

મહત્ત્વપૂર્ણ છે કે ભારતે ગત વર્ષે યુદ્ધ વિરામની માંગ કરનારા UNGA પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. જોકે, ભારતે સ્પષ્ટ રીતે તેના માટે આહવાન કર્યું નહતું. ઇઝરાયેલને આપવામાં આવેલા મેસેજમાં ભારત સરકારે સતત ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે થતા નાગરિકોના મોતની ટીકા કરી હતી. સાથે જ આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું સમ્માન કરવાનું આહવાન પણ કર્યું છે.

ગાઝામાં ઘાતક હુમલામાં આઠ ઇઝરાયેલી સૈનિકના મોત

આ વચ્ચે ઇઝરાયેલી સેનાએ કહ્યું કે દક્ષિણ ગાઝામાં કરવામાં આવેલા એક વિસ્ફોટમાં તેના આઠ સૈનિકોના મોત થયા છે. કેટલાક મહિનામાં કરવામાં આવેલા અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો હતો.

આ સમાચાર શેર કરો