મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

માલીમાં આતંકીઓનો આકરો પ્રહાર: સંરક્ષણ મંત્રી સાદિયો કેમારાનું મોત, આખી દુનિયાની નજર આ દેશ પર ટકેલી

માલીમાં એક મોટો અને ખતરનાક હુમલો થયો. અલ-ક

માલીમાં આતંકીઓનો આકરો પ્રહાર: સંરક્ષણ મંત્રી સાદિયો કેમારાનું મોત, આખી દુનિયાની નજર આ દેશ પર ટકેલી
આ સમાચાર સાંભળો

માલીમાં એક મોટો અને ખતરનાક હુમલો થયો. અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ મળીને દેશના અનેક ભાગો પર એકસાથે હુમલો કર્યો. આ હુમલામાં દેશના સંરક્ષણ મંત્રી સાદિયો કેમારાએ જીવ ગુમાવ્યો. આ હુમલો એટલો મોટો હતો કે આખી દુનિયાની નજર માલી પર ટકેલી છે.

એક સાથે અનેક હુમલા

પ્રાથમિક વિગતો અનુસાર અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ આ કાવતરું ઘડ્યું છે. હુમલાને છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી મોટો અને સૌથી સંગઠિત હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. રાજધાની બમાકો પાસે, સોનાની ખાણવાળા વિસ્તારોમાં અને દેશના અલગ-અલગ ભાગોમાં દરેક જગ્યાએ એકસાથે હુમલા થયા.

સંરક્ષણ મંત્રી સાદિયો કેમારાનું મોત

ફ્રાન્સની રેડિયો ચેનલ RFIના રિપોર્ટ મુજબ JNIMના આતંકીઓએ બમાકોની બહાર સ્થિત કાટી મિલિટરી બેઝ પર હુમલો કર્યો. આ એ જ જગ્યા છે જ્યાં માલીના સંરક્ષણ મંત્રી સાદિયો કેમારા રહેતા હતા. તેમના ઘર પર હુમલો થયો અને આ હુમલામાં તેમનું મોત નીપજ્યું.

માલી પશ્ચિમ આફ્રિકાનો એક દેશ છે. અહીં ઘણા વર્ષોથી આતંકી સંગઠનો અને વિદ્રોહી જૂથો સરકાર સામે લડી રહ્યા છે. JNIM, જે અલ-કાયદા સાથે જોડાયેલું એક આતંકી સંગઠન છે. તુઆરેગ વિદ્રોહી, જેઓ ઉત્તર માલીમાં પોતાની અલગ સત્તા ઈચ્છે છે. માલીમાં હાલમાં સૈન્ય શાસન છે, એટલે કે સેનાએ સત્તા સંભાળેલી છે. આ સરકાર સામે બે મોટા દુશ્મનો છે.

આ સમાચાર શેર કરો