Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : "Such an incident will not stop me": President Trump's stern warning to Iran after the attack

"આવી ઘટના મને રોકી નહીં શકે": હુમલા બાદ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
"આવી ઘટના મને રોકી નહીં શકે": હુમલા બાદ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી
સોર્સ : gstv

'વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર' દરમિયાન થયેલા ગોળીબાર બાદ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસને સંબોધિત કરી અને કહ્યું કે તેઓ સુરક્ષિત છે. તેમણે સુરક્ષાકર્મીઓના વખાણ કરતા કહ્યું કે તેમણે ઘણું ઉત્કૃષ્ટ કામ કર્યું છે. ટ્રમ્પે કહ્યું, 'આ ગોળીબારમાં એક સિક્યુરિટી ઓફિસર ઘાયલ થયો છે અને બુલેટપ્રૂફથી તેનો જીવ બચી ગયો. સિક્રેટ સર્વિસે બહાદુરી બતાવતા એક હુમલાખોરને તરત જ ઝડપી લીધો.'

App Store

આવી ઘટના યુદ્ધમાં જીત મેળવતા રોકી શકશે નહીં: ટ્રમ્પ

ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે આ પ્રકારની કાયરતાપૂર્ણ ઘટનાઓ તેમને તેમના મિશનથી પાછળ હટાવી શકતી નથી. તેમણે વિશેષ રૂપે ઈરાનનો ઉલ્લેખ કરતા કહ્યું, 'આ ઘટના મને ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધમાં જીત મેળવતા રોકી શકશે નહીં.'

શું ઇન્ડોર કાર્યક્રમો બંધ કરશે ટ્રમ્પ?

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે વોશિંગ્ટન હિલ્ટનની સુરક્ષા પર સવાલ ઉઠાવતા કહ્યું કે તે ઈમારત સંપૂર્ણપણે સુરક્ષિત ન હતી. તેમણે ભવિષ્ય માટે વ્હાઇટ હાઉસમાં એક આધુનિક 'વોર રૂમ' બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે 'ડ્રોન-પ્રૂફ' અને 'બુલેટપ્રૂફ' કાચથી સજ્જ હોય. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઇન્ડોર કાર્યક્રમો બંધ કરશે, તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, 'હું તે કરી શકું નહીં, આપણે લોકોની વચ્ચે જવું જ પડશે.'

સિક્રેટ સર્વિસની કામગીરીના વખાણ

ટ્રમ્પે કહ્યું, 'જે રીતે સિક્રેટ સર્વિસે મને, મેલાનિયા અને વેન્સ સહિત અન્ય લોકોને તરત જ બહાર કાઢ્યા તે પ્રશંસનીય છે. જે હુમલાખોર પકડાયો છે તે કેલિફોર્નિયાનો છે અને બીમાર છે. મારા કેબિનેટના તમામ સાથીઓ સુરક્ષિત છે.'

બુલેટપ્રૂફ વેસ્ટના કારણે જીવ બચ્યો

સિક્રેટ સર્વિસના ઘાયલ ઓફિસરનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું, 'એક ઓફિસરને ગોળી વાગી, પરંતુ તે બચી ગયો કારણ કે તેણે એક ખૂબ જ સારી બુલેટપ્રૂફ વેસ્ટ પહેરેલી હતી. તેને ખૂબ જ નજીકથી એક ખૂબ જ પાવરફુલ ગનથી ગોળી મારવામાં આવી અને વેસ્ટે કામ કરી દીધું. મેં અત્યારે ઓફિસર સાથે વાત કરી અને તેની હાલત ઠીક છે. આ વાણીની સ્વતંત્રતા માટે સમર્પિત એક ઇવેન્ટ હતી, જેનો હેતુ બંને પક્ષોના સભ્યોને અને પ્રેસના સભ્યોને એકસાથે લાવવાનો હતો.'

પ્રોટોકોલનું પાલન કરતા કાર્યક્રમ સ્થળને તાત્કાલિક ખાલી કરાયું

આ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓની વિનંતી પર પ્રોટોકોલનું પાલન કરતા કાર્યક્રમ સ્થળને તરત જ ખાલી કરી દેવામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ પોતે, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, ઉપરાષ્ટ્ર પ્રમુખ અને કેબિનેટના તમામ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત અને 'પરફેક્ટ કંડિશન'માં છે.

કાર્યક્રમ 30 દિવસની અંદર ફરીથી યોજવામાં આવશે: ટ્રમ્પ

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર 'સિક્રેટ સર્વિસ'ની બહાદુરીના વખાણ કરતા જણાવ્યું કે શૂટરને પકડી લેવામાં આવ્યો છે. તેમણે એવી પણ જાહેરાત કરી કે આ ઘટનાને કારણે સ્થગિત થયેલા કાર્યક્રમને આગામી 30 દિવસની અંદર ફરીથી આયોજિત કરવામાં આવશે. 

ઘણા વર્ષો સુધી બહિષ્કાર બાદ ટ્રમ્પ કાર્યક્રમમાં જોડાયા હતા

તમને જણાવી દઈએ કે, આ આયોજન જેને અવારનવાર 'નર્ડ પ્રોમ' કહેવામાં આવે છે. આ વખતનું ડિનર ઐતિહાસિક હતું કારણ કે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પાછલા કાર્યકાળ દરમિયાન વર્ષો સુધી આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યા બાદ પ્રથમ વખત તેમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો.