મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

માથામાં ગોળી, આંગળી કપાઈ;  યાહ્યા સિનવારના ઓટોપ્સી રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

હમાસના ખતરનાક વડા યાહ્યા સિનવારનું અવસાન થયું છે.ઈઝરાયેલ દ્વારા ગાઝામાં ઈન્ટેલિજન્સ ગ્રાઉન્ડ એટેકમાં ત

માથામાં ગોળી, આંગળી કપાઈ;  યાહ્યા સિનવારના ઓટોપ્સી રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

હમાસના ખતરનાક વડા યાહ્યા સિનવારનું અવસાન થયું છે.ઈઝરાયેલ દ્વારા ગાઝામાં ઈન્ટેલિજન્સ ગ્રાઉન્ડ એટેકમાં તેનું મોત થયું હતું. સિનવાર હમાસના પોલિટબ્યુરોના ચીફ હતા. ઇઝરાયેલી ગ્રાઉન્ડ ફોર્સીસની 828 બ્રિગેડ, રફાહને અલ-સુલતાન વિસ્તારમાં સ્કેન દરમિયાન સિનવારનો મૃતદેહ મળ્યો હતો. સીએનએન અનુસાર, ઇઝરાયલી સૈનિકોએ તેના મૃત્યુની પુષ્ટિ કરવા માટે તેની આંગળીઓ કાપી નાખી હતી.

ડીએનએ ટેસ્ટ માટે આંગળી કપાઈ

રિપોર્ટ અનુસાર, ઇઝરાયલી સૈનિકો ઠેકાણામાં ઘૂસ્યા કે તરત જ તેમને યાહ્યા સિનવારના જેવી એક લાશ મળી. તેઓએ ડીએનએ પરીક્ષણ માટે તેની આંગળી કાપી નાખી. સિનવાર 2011 માં જેલમાંથી છૂટયો હતો, ત્યાં સુધી તે ઇઝરાયેલની જેલમાં કેદ હતો. તેણે લગભગ બે દાયકા જેલમાં વિતાવ્યા. આ કારણોસર, ઇઝરાયલી સૈનિકો પાસે તેની પ્રોફાઇલ હતી, જેણે ડીએનએ પરીક્ષણને સરળ બનાવ્યું હતું.

દાંત ઓળખવાનો પ્રયાસ નિષ્ફળ ગયો
CNN એ ઇઝરાયલ નેશનલ સેન્ટર ઑફ ફોરેન્સિક મેડિસિનના મુખ્ય પેથોલોજિસ્ટ ચેન કુગેલને ટાંકીને જણાવ્યું હતું કે, "લેબોરેટરી પ્રોફાઇલ બનાવ્યા પછી, સિનવાર જેલમાં હતો ત્યારે લીધેલી પ્રોફાઇલ સાથે તેની સરખામણી કરી હતી. આખરે તેની ઓળખ ડીએનએ દ્વારા થઈ હતી. ઈઝરાયેલના સૈનિકોએ પહેલા સિન્વારને તેના દાંતથી ઓળખવાનો પ્રયાસ કર્યો પરંતુ કંઈપણ સાફ કરી શક્યા નહીં.

ઈઝરાયલી સૈનિકો તેમના ઠેકાણાઓ શોધી રહ્યા હોવાના વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં બે ઈઝરાયલી સૈનિકો એક મૃતદેહ પાસે ઉભા જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લાશ યાહ્યા સિનવારની છે. તેના ડાબા હાથની એક આંગળી કાપી નાંખવામાં આવી છે.

ગોળી વાગવાથી સિનવરનું મૃત્યુ થયું હતું

અહેવાલ મુજબ, તેઓએ એવા વીડિયોનું પણ વિશ્લેષણ કર્યું જેમાં મૃત શરીરના ડાબા હાથની પાંચેય આંગળીઓ દેખાતી હતી. બાદમાં એક આંગળી ગાયબ જોવા મળી હતી.

યાહ્યા સિનવારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવનાર મુખ્ય નિષ્ણાતે જણાવ્યું કે સિનવારનું મોત માથામાં ગોળી વાગવાથી થયું હતું. તેમણે કહ્યું કે તેને ટેન્કના ગોળા સહિત અન્ય ઈજાઓ પણ થઈ હતી. પરંતુ મોતનું કારણ માથામાં વાગેલી ગોળી છે. તેની ખોપરીનો એક ભાગ ઉડી ગયો હતો. 

ઇઝરાયેલી સૈનિકોએ નુકસાનનું મૂલ્યાંકન કરવા અને બચી ગયેલાઓની શોધ માટે જમીન પર હુમલો કરતા પહેલા બેઝ પર ટેન્ક રાઉન્ડ ફાયર કર્યું હતું.

હમાસ હવે નવા નેતાની શોધમાં છે

હમાસ ગાઝાની બહાર નવા નેતાની શોધમાં છે. તેમના ભાઈ મોહમ્મદ સિનવરને પણ કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.
યાહ્યા સિનવાર 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં 1,200થી વધુ લોકો માર્યા ગયા હતા. જે બાદ બદલાની આગમાં સળગી રહેલા ઈઝરાયલે ગાઝામાં 40,000થી વધુ લોકોની હત્યા કરી નાખી.

ઈઝરાયેલે વચન આપ્યું હતું કે તે હમાસને ગાઝામાંથી બહાર કરશે. તે ઈસ્માઈલ હાનિયા સહિત તેના ઘણા ટોચના નેતાઓની હત્યા કરી ચૂક્યું છે. 

હમાસનો ઈતિહાસ છે કે તે તેના મૃત નેતાઓ દ્વારા ખાલી પડેલી ખાલી જગ્યાને ખૂબ જ ઝડપથી ભરે છે. શૂરા કાઉન્સિલ હવે હમાસના નવા વડાનું નામ નક્કી કરવામાં વ્યસ્ત છે.
હાનિયાના મૃત્યુ પછી, સિનવારે હમાસની અલગ લશ્કરી અને રાજકીય પાંખ, પોલિટબ્યુરોના વડા તરીકે કમાન્ડ સંભાળ્યું. તેણે બંને શાખાઓને મર્જ કરી દીધી હતી.

આ સમાચાર શેર કરો