મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: માણસો સાથે માર્શલ આર્ટ્સની તાલીમ લેતા Robots, શાઓલીન મંદિરમાં કર્યો અભ્યાસ

રોબોટ્સ અને AI ચીની ટેકનોલોજી અને રોજિંદા જીવનમાં કેટલી હદે ભાગ લઈ રહ્યા છે તે તાજેતર

તસવીર: GSTV

રોબોટ્સ અને AI ચીની ટેકનોલોજી અને રોજિંદા જીવનમાં કેટલી હદે ભાગ લઈ રહ્યા છે તે તાજેતરના એક વીડિયોમાં સ્પષ્ટ થાય છે. ચીનના શાઓલીન મંદિરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં માનવીય રોબોટ્સ મંદિર સંકુલમાં સાધુઓ સાથે ઉભા રહીને કુંગ ફુનો અભ્યાસ કરતા જોવા મળે છે. વીડિયો સામે આવ્યા પછી, ઘણા વપરાશકર્તાઓ સદીઓ જૂની માનવ પરંપરા જેવી જ કુશળતા સાથે મશીનો હલનચલન કરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

 ઘણા લોકોને લાગ્યું કે આ AI-જનરેટેડ વિડિઓ

જોકે, ઘણા લોકોને લાગ્યું કે આ AI-જનરેટેડ વિડિઓ છે. રોબોટ્સને આટલી કુશળતા સાથે માર્શલ આર્ટ્સ તાલીમ આપવી અશક્ય છે. કેટલાકને આશ્ચર્ય થયું કે શું આ રોબોટ્સ કપડાં અને વાસણો પણ ધોઈ શકે છે. કેટલાક લોકો આ વીડિયો જોયા બાદ કહી રહ્યા છે ક રોબોટ્સ માનવજાત માટે ભવિષ્યમાં ખતરો ઉભો કરે તેવી શક્યતાઓ છે . AI અને રોબોટ્સનું આ એકીકરણ ધીમે ધીમે મનુષ્યોને બદલી નાખશે, તેમને હાંસિયામાં ધકેલી દેશે. આ વિપરીત પરિણામ આપશે..

શાંઘાઈની કંપનીએ બનાવ્યા છે રોબોર્ટ

આ રોબોટ્સ શાંઘાઈ સ્થિત કંપની એજીબોટ દ્વારા વિકસાવવામાં આવ્યા છે. આ કંપની એવા હ્યુમનોઇડ રોબોટ્સ બનાવે છે જે વાસ્તવિક દુનિયામાં જટિલ કાર્યો કરી શકે છે. અહેવાલો અનુસાર, આ મશીનો તેમની આસપાસની પરિસ્થિતિને સમજવા, ગણતરીઓ કરવા અને તે મુજબ શારીરિક હલનચલન કરવા સક્ષમ છે.

આ સમાચાર શેર કરો