મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: પ્રદર્શનકારીઓએ પીએમ હાઉસ બાદ સુપ્રીમ કોર્ટને ઘેરી, હસીના બાદ ચીફ જસ્ટિસે આપ્યું રાજીનામું

શનિવારે અનેક બાંગ્લાદેશી વિરોધીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કરીને ચીફ જસ્ટિસ ઓબેદુલ હસનન

VIDEO: પ્રદર્શનકારીઓએ પીએમ હાઉસ બાદ સુપ્રીમ કોર્ટને ઘેરી, હસીના બાદ ચીફ જસ્ટિસે આપ્યું રાજીનામું

શનિવારે અનેક બાંગ્લાદેશી વિરોધીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કરીને ચીફ જસ્ટિસ ઓબેદુલ હસનને બપોરે 1 વાગ્યા સુધીમાં રાજીનામું આપવાની ધમકી આપી હતી. ટોળાએ અન્ય ન્યાયાધીશોને પણ તેમના પદ છોડવા કહ્યું છે.  જો તેઓ રાજીનામું નહીં આપે તો ન્યાયાધીશોના નિવાસસ્થાનોનો ઘેરાવ કરશે. વધી રહેલા વિરોધને જોઈને બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસન ન્યાયતંત્રના વડા પદેથી રાજીનામું આપી નીકળી ગયા છે. 

જણાવી દઈએ કે સવારે સાડા દસ વાગ્યે વિદ્યાર્થીઓ અને વકીલો સહિત સેંકડો પ્રદર્શનકારીઓ સુપ્રીમ કોર્ટ પરિસરમાં એકઠા થવા લાગ્યા અને મુખ્ય ન્યાયાધીશના રાજીનામાની માંગણી કરી હતી. તાજેતરમાં બાંગ્લાદેશમાં ભારે વિરોધ બાદ શેખ હસીનાને વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.
 
https://twitter.com/muktadirnewage/status/1822157987793772817

હકિકતમાં એવા સમાચાર ફરતા થયા કે, બાંગ્લાદેશના ચીફ જસ્ટિસે ફુલ કોર્ટ મીટિંગ બોલાવી હતી, જેનાથી પ્રદર્શનકારીઓ ભડક્યા હતા. વિદ્યાર્થીઓ અને વકીલો સહિત અનેક પ્રદર્શનકારીઓ સુપ્રીમ કોર્ટ તરફ આગળ વધવા લાગ્યા. અબ્દુલ મુકદ્દીમ નામના પ્રદર્શનકારીએ દાવો કર્યો કે, મુખ્ય ન્યાયાધીશ વચગાળાની સરકારને ગેરકાયદેસર જાહેર કરવાનું કાવતરું રચી રહ્યા છે. 
 
બાંગ્લાદેશમાં ફાસીવાદીઓ વચગાળાની સરકારને ગેરકાયદેસર જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલા માટે અમે મુખ્ય ન્યાયાધીશને રાજીનામું આપવા દબાણ કરવા માટે આવ્યા છીએ. વચગાળાની સરકારના રમતગમત મંત્રાલયના સલાહકાર આસિફ મહમૂદે પણ "ચીફ જસ્ટિસ ઓબેદુલ હસનનું બિનશરતી રાજીનામું" અને ફુલ કોર્ટ મીટિંગ રદ કરવાની માંગ કરી હતી. જણાવી દઈએ કે, તણાવ વચ્ચે ચીફ જસ્ટિસે જજોની મીટિંગ સ્થગિત કરી દીધી હતી.

બાંગ્લાદેશની નવી રચાયેલી વચગાળાની સરકારે શુક્રવારે "મોટા દેશો" સાથે ઢાકાના સંબંધોમાં "સંતુલન" જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિદેશ બાબતોના સલાહકાર અને ભૂતપૂર્વ વિદેશ સચિવ મોહમ્મદ તૌહીદ હુસૈને અહીં પત્રકારોને જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવી એ આ સમયે વચગાળાની સરકારની મુખ્ય પ્રાથમિકતા છે અને પ્રથમ લક્ષ્ય હાંસલ થયા બાદ અન્ય કાર્યો પણ કરવામાં આવશે.

બાંગ્લાદેશે તમામ દેશો સાથે સારા સંબંધો જાળવી રાખવાની જરૂર છે. કોઈ પણ દેશનું નામ લીધા વિના સેને કહ્યું, "અમે દરેક સાથે સારા સંબંધો રાખવા માંગીએ છીએ." આપણે મોટા દેશો સાથેના સંબંધોમાં સંતુલન જાળવવાની જરૂર છે. 

આ સમાચાર શેર કરો