મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ભારત-જાપાન પરમાણુ ક્ષેત્રમાં ભાગીદારી કરી શકે છે, ટોક્યોમાં PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે છે. ટોક્યોમાં PM મોદીએ કહ્યું કે, ભારત રોકાણ માટે સૌથી સારૂ છે. ભાર

ભારત-જાપાન પરમાણુ ક્ષેત્રમાં ભાગીદારી કરી શકે છે, ટોક્યોમાં PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે છે. ટોક્યોમાં PM મોદીએ કહ્યું કે, ભારત રોકાણ માટે સૌથી સારૂ છે. ભારત અને જાપાનની ઓટો સેક્ટરમાં મહત્ત્વની ભાગીદારી છે. ભારત-જાપાન પરમાણુ ક્ષેત્રમાં પણ ભાગીદારી કરી શકે છે. ટેકનોલોજી અને ટેલેન્જ જ નેતૃત્ત્વ કરી શકે છે.

દરેક વિસ્તારમાં ભારત-જાપાનની પાર્ટનરશિપ વિશ્વાસનું પ્રતીક, ઇકોનોમિક ફોરમમાં બોલ્યા PM મોદી

ટોક્યોમાં ભારત-જાપાન ઇકોનોમિક ફોરમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, "ભારતની વિકાસયાત્રામાં જાપાન હંમેશા એક મહત્ત્વનું પાર્ટનર રહ્યું છે. મેટ્રોથી મેન્યુફેક્ચરિંગ સુધી, સેમિ કંડક્ટરથી સ્ટાર્ટઅપ સુધી આપણી પાર્ટનરશિપ વિશ્વાસનું પ્રતીક બની છે."

વડાપ્રધાન મોદીની મહત્ત્વની વાતો

  • PM મોદીએ કહ્યું કે, ભારત ટેલેન્ટનું પાવર હાઉસ છે. છેલ્લા 11 વર્ષમાં ભારતમાં કેટલાક બદલાવ થયા છે.
  • ગ્રીન એનર્જી સેક્ટરમાં પણ મળીને કામ કરે છે.
  • ભારતના કેપિટલ બજારમાં સારૂ રિટર્ન છે.
  • ઓટો સેક્ટરમાં અમારી ભાગીદારી મહત્ત્વની છે.
  • ભારતની ઇકોનોમી ઝડપથી વધી રહી છે. 

આ સમાચાર શેર કરો