મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બાંગ્લાદેશમાં હિંસા પાછળ પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIનો હાથ

બાંગ્લાદેશમાં હિંસા પાછળ અને શેખ હસીનાની સરકાર પાડવા પાછળ પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIનો હાથ હોવાનો ખ

બાંગ્લાદેશમાં હિંસા પાછળ પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIનો હાથ

બાંગ્લાદેશમાં હિંસા પાછળ અને શેખ હસીનાની સરકાર પાડવા પાછળ પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIનો હાથ હોવાનો ખુલાસો થયો છે.  શેખ હસીના સરકારના ભારત સાથેના સારા સબંધ પાકિસ્તાનને પસંદ પડતા નહતા માટે તેને આ ષડયંત્ર રચ્યું છે.

લંડનમાં કરવામાં આવ્યું પ્લાનિંગ

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજિદ વાજેદ જૉયે મોટી વાત કરી છે. સાજિદે કહ્યું કે જો બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર કાબુ મેળવવામાં ના આવ્યો તો બાંગ્લાદેશ ફરી પાકિસ્તાન બની જશે. બાંગ્લાદેશની નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યવાહક પ્રમુખ ખાલિદા જિયાના પુત્ર તારિક રહમાનની સાંઠગાંઠના પુરાવા બાંગ્લાદેશના અધિકારીઓને મળ્યા હતા. મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશમાં ઓપરેશનની રૂપરેખા લંડનમાં પાકિસ્તાની જાસુસી એજન્સી ISI સાથે મળીને બનાવવામાં આવી હતી. યોજનાની બ્લૂપ્રિન્ટ તૈયાર કર્યા બાદ બાંગ્લાદેશમાં અંજામ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર, સાઉદી અરબમાં તારિક રહમાન અને ISI અધિકારીઓ વચ્ચે બેઠકના પુરાવા હોવાનો દાવો પણ બાંગ્લાદેશના અધિકારી કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પણ વિરોધ પ્રદર્શનને હવા આપવા માટે 500થી વધુ પોસ્ટ શેખ હસીના સરકાર વિરૂદ્ધ કરવામાં આવી હતી જેમાં પાકિસ્તાની હેન્ડલ પણ સામેલ છે. મળતી માહિતી અનુસાર જમાત એ ઇસ્લામીની સ્ટુડન્ટ વિંગને પણ કથિત પાકિસ્તાનની ISI તરફથી સમર્થન મળી રહ્યું છે. આ સંગઠનનું કામ બાંગ્લાદેશમાં હિંસા ભડકાવવાનું અને વિદ્યાર્થીઓના વિરોધને રાજકીય આંદોલનમાં બદલવાનું હતું.

BNPની UAE યૂનિટના પ્રમુખ જાકિર હુસેન અને સેવાનિવૃત પાકિસ્તાની સેના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ શાહિદ મહમુદ મોહમ્મદ શરીફ જે દૂબઇમાં ISIનો એજન્ટ છે, તેમના વચ્ચે સતત વાતચીત થતી રહી અને તેને તારિક રહમાન અને ISIના નંબર વન પોલિસી મેકર જાવેદ મેહદી વચ્ચે જેદ્દાહ (સાઉદી અરબ)માં મીટિંગ ફિક્સ કરી હતી.

ISIનો ખાસ છે શાહિદ મહમૂદ મોહમ્મદ શરીફ

શાહિદ મહમૂદ મોહમ્મદ શરીફ 54 કોર્સનો પાકિસ્તાની સેનાનો અધિકારી રહ્યો છે અને 2004માં રિટાયર થયો હતો. જે બાદ તે દૂબઇમાં રહે છે અને બાંગ્લાદેશમાં પોતાના ટોચના અધિકારી અને રાજકીય નેતાઓ વચ્ચે કોન્ટેક્ટ બનાવવામાં ISI તેનો ઉપયોગ કરે છે. સૂત્રોએ જણાવ્યું કે જાકિરે શાહિદ મહમૂદ સાથે 11 વખત મુલાકાત કરી હતી. જાસુસી એજન્સીને દસ્તાવેજ મળ્યા છે જેમાં જાકિર ISI એજન્ટ શરીફ સાથે પોતાની મુલાકાત દરમિયાન તારીકને 'બૉસ' કહે છે અને અંતિમ મુલાકાત દરમિયાન તેને ISIનો મેસેજ લંડન સુધી પહોંચાડવાનો વિશ્વાસ આપ્યો હતો.

તારિક રહમાનના દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ

જાસુસી એજન્સીઓએ આ વાતનો ખુલાસો કર્યો છે કે પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાના પુત્ર તારિક રહમાનના ભારતીય અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે પણ સંબંધ રહ્યાં છે. દૂબઇમાં તારિક રહમાન અને દાઉદ ઇબ્રાહિમની કેટલીક મુલાકાત થઇ છે. અહીં સુધી કે બન્ને વચ્ચે વેપારીક સંબંધ પણ રહ્યાં છે. તારિકે દૂબઇમાં દાઉદની એક પ્રોપર્ટી પણ 60 મિલિયન ડૉલરમાં ખરીદી છે. જાસુસી એજન્સીઓનું કહેવું છે કે તારિક રહમાન ભારત માટે પણ મોટો ખતરો છે. રહેમાનના ભાગેડુ દાઉદ ઇબ્રાહિમ અને પાકિસ્તાનની જાસુસી એજન્સી ISI સાથે ગાઢ સંબંધ છે અને તે પહેલા CIA અધિકારીઓને કહ્યું હતું કે બાંગ્લાદેશનું નિર્માણ ક્યારેય થવું જોઇતું નહતું. તે ISIના ઇશારે ભારતને પણ અસ્થિર કરવાનું ષડયંત્ર રચતો રહે છે.

કોણ છે તારિક રહમાન?

ડાર્ક પ્રિન્સના નામથી જાણીતા તારિક રહમાનનો જન્મ 20 નવેમ્બર 1965માં થયો હતો. ફેબ્રુઆરી 2018થી તે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીનો કાર્યવાહક અધ્યક્ષ છે. પૂર્વ રાષ્ટ્રપતિ જિયાઉર રહમાન અને બે વખતના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાનો સૌથી મોટો પુત્ર તારિક નાની ઉંમરમાં જ રાજકારણમાં સામેલ થઇ ગયો હતો અને 2000ના દાયકાની શરૂઆતમાં પોતાની માતાના વડાપ્રધાન બન્યા બાદ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીનો મુખ્ય ચહેરો બન્યો હતો. તારિક રહમાનને 2013માં ઢાકાની એક કોર્ટે પ્રથમ વખત મની લૉન્ડ્રિંગ કેસમાં છોડી મુક્યો હતો. બાદમાં સ્ટેટની અપીલ બાદ હાઇકોર્ટે તેને સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી. પાંચ વર્ષ બાદ ફેબ્રુઆરી 2018માં ખાલિદા જિયાને જિયા અનાથાલય ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં પાંચ વર્ષ અને તારિકને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

21 ઓક્ટોબર 2018માં એક વિશેષ ટ્રિબ્યૂનલે તારિકને 21 ઓગસ્ટ 2004માં તત્કાલીન વિપક્ષી નેતા શેખ હસીનાની રેલી પર ભયાનક ગ્રેનેડ હુમલાનું ષડયંત્ર રચવા માટે આજીવન કેદની સજા સંભળાવી હતી. તારિક અહેમદને હત્યાના બે કેસ અને વિસ્ફોટક અધિનિયમની કેટલીક કલમ હેઠળ ત્રણ વખત આજીવન કેદ અને 20 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી. 4 ફેબ્રુઆરી 2021માં એક અન્ય કોર્ટે રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહમાન વિશે અભદ્ર ટિપ્પણી કરવાના આરોપમાં નરેલમાં દાખલ માનહાનિ કેસમાં તારિકને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી.

આ સમાચાર શેર કરો