પાકિસ્તાનને હજુ સતાવે છે ઓપરેશન સિંદૂરનો ડર, સરહદ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ્સમાં કર્યો વધારો
ઓપરેશન સિંદૂરમાં ભારતે કરેલા અસંખ્ય હવાઈ હુમલાને પાકિસ્તાન હજુ ભૂલી શક્યું નથી. પાકિસ્તાન હજુ પણ ભયના ઓથાર હ

ઓપરેશન સિંદૂરમાં ભારતે કરેલા અસંખ્ય હવાઈ હુમલાને પાકિસ્તાન હજુ ભૂલી શક્યું નથી. પાકિસ્તાન હજુ પણ ભયના ઓથાર હેઠળ જીવે છે. જેના પગલે LoC પર એન્ટી-ડ્રોન સિસ્ટમ્સમાં વધારો કરી રહી છે. જો કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની ચીની એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ સંપૂર્ણપણે બિનઅસરકારક રહેતા ભારત ઈચ્છા મુજબ હુમલા કરી શક્યું હતું.
પાકિસ્તાને LoC નજીક પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) વિસ્તારોમાં તેની એન્ટી-ડ્રોન જમાવટ વધારી દીધી છે. તેણે રાવલકોટ, કોટલી અને ભીમ્બર સેક્ટરમાં નવી કાઉન્ટર-અનમેનન્ડ એરિયલ સિસ્ટમ્સ (C-UAS) તૈનાત કરી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને 30 સમર્પિત એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ સ્થાપિત કરી છે, જે તેના એરસ્પેસને સુધારવાના તેના પ્રયાસોનું પ્રદર્શન કરે છે.
પાકિસ્તાની સેનાએ ઇલેક્ટ્રોનિક અને કાઈનેટિક કાઉન્ટર-UAS સિસ્ટમ્સનું મિક્સિંગ કર્યું છે. એને લઈને દાવો કરવાાં આવ્યો છે કે દસ કિલોમીટરની રેન્જમાં નાના કે મોટા ડ્રોનને શોધી કાઢવામાં સક્ષમ હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે, યુદ્ધ સમયે તેની અસરકારકતા સમય જતાં જ જાણી શકાશે. પાકિસ્તાન સફારાહ એન્ટી-યુએવી જામિંગ ગનનો પણ ઉપયોગ કરે છે, જે ખભા પર ચલાવવામાં આવે છે અને દોઢ કિલોમીટરની રેન્જમાં સરળતાથી ડ્રોનને તોડી પાડી શકે છે.
પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં ઘણા પ્રવાસીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ ભારતે મેની શરૂઆતમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં પીઓકેથી પાકિસ્તાન સુધી લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાને વળતો જવાબ આપતા જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધીના સરહદી વિસ્તારોમાં તુર્કી ડ્રોનનો ઉપયોગ કરીને હુમલાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતે નિષ્ફળ બનાવ્યો હતો. ભારતે અનેક પાકિસ્તાની એરબેઝનો નાશ કરીને બદલો લીધો હતો. જોકે બંને દેશો વચ્ચે પાછળથી યુદ્ધવિરામ જાહેર કરાયું હતું. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી અને હજુ પણ ચાલુ છે. પાકિસ્તાન દ્વારા આગળના કોઈપણ હુમલાને યુદ્ધનું કૃત્ય ગણવામાં આવશે.






