ટ્રમ્પ ગુસ્સે થતાં નેતન્યાહૂની શાન ઠેકાણે આવી, વ્હાઇટ હાઉસમાંથી દોહા હુમલા અંગે કતારના PM ની માંગી માફી
વ્હાઇટ હાઉસમાં સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જ

વ્હાઇટ હાઉસમાં સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. જાન્યુઆરીમાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી નેતન્યાહૂની આ અમેરિકાની ચોથી મુલાકાત છે. આ દરમ્યાન નેતન્યાહૂએ કતારના વડાપ્રધાનની ઇઝરાયલે કરેલા હુમલા માટે માફી માંગી હતી.
રોઇટર્સના અહેવાલ મુજબ, બેન્જામિન નેતન્યાહૂએ વ્હાઇટ હાઉસમાંથી કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ-થાનીને ફોન કર્યો અને દોહા પર તાજેતરના ઇઝરાયલી હુમલા માટે માફી માંગી હતી. આ મહિનાની શરૂઆતમાં, ઇઝરાયલના હવાઈ હુમલામાં દોહામાં હમાસના નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં હમાસના વરિષ્ઠ નેતા ખલીલ અલ-હૈયાના પુત્ર અને તેમના સહયોગી જીહાદ લબાદ સહિત પાંચ લોકો માર્યા ગયા હતા.
ટ્રમ્પ કતાર પર ઇઝરાયલના હુમલાથી ગુસ્સે થયા હતા
આ ઘટનાએ યુએસ-ઇઝરાયલ સંબંધોમાં તણાવ વધાર્યો હતો. ટ્રમ્પે નેતન્યાહૂના આ પગલાને પગલે નિરાશા વ્યક્ત કરી હતી. દોહા હુમલા બાદ ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કર્યો, જે દરમિયાન બંને નેતાઓ વચ્ચે નારાજગી સાથે વાતચીત થઈ હતી. ટ્રમ્પે ઇઝરાયલી વડા પ્રધાનને ઠપકો આપ્યો અને દોહા હુમલાને મૂર્ખામીભર્યો ગણાવ્યો હતો.






