મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

યુરોપીયન યુનિયન દ્વારા મસ્કની સોશિયલ મીડિયા સાઈટ્સ Xને કરોડો ડોલરનો ફટકારાયો દંડ!

યુરોપીયન યુનિયન રેગ્યુલેટરે શુક્રવારે ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ

યુરોપીયન યુનિયન દ્વારા મસ્કની સોશિયલ મીડિયા સાઈટ્સ Xને કરોડો ડોલરનો ફટકારાયો દંડ!

યુરોપીયન યુનિયન રેગ્યુલેટરે શુક્રવારે ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને યુરોપીયન બ્લોકના ડિજિટલ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જવા બદલ 14 કરોડ ડોલર(12 કરોડ યુરો)નો દંડ કર્યો હતો. યુરોપીયન પંચે બે વર્ષ પહેલા એક્સ સામે ડિજિટલ સર્વિસિસ એક્ટના ભંગની તપાસ શરૂ કરી હતી તેના પછી આ નિર્ણય કર્યો હતો. 

એક્સ પોતે પણ પોતાની જરુરીયાત પૂરી કરવામાં અસફળ

રેગ્યુલેટરોનું કહેવું છે કે, એક્સે બ્લુ ચેકમાર્કના નિયમોનો ભંગ કર્યો છે. એક્સે એવી ડિઝાઇન પ્રણાલિ અપનાવી છે જેના કારણે યુરોપીયન યુઝર સરળતાથી કૌભાંડોનો ભોગ બની શકે અને તેની સાથે ગેરરીતિ આચરી શકાય. 

મસ્કે ટ્વિટરને હસ્તગત કરી તે પહેલાં તે વેરિફિકેશનનું પ્રતિબિંબ પાડતા ચેકમાર્ક સોશિયલ મીડિયા પર કોમન હતા. તે મહદઅંશે રાજકારણીઓ, સેલિબ્રીટીઓ અને અન્ય પ્રભાવશાળી લોકોના એકાઉન્ટ્સ માટે અનામત હતા. મસ્કે તેને 2022માં ખરીદ્યા પછી જે લોકો પ્રતિ માસ આઠ ડોલર ચૂકવવા તૈયાર હોય તેને ટ્વિટર એકાઉન્ટ આપવા માંડયું હતું. નિયમનકારોનું કહેવું છે કે, એક્સે બ્લુ ચેકમાર્કના નિયમનો ભંગ કર્યો છે, એક્સ પોતે પણ પોતાની જરુરિયાત પૂરી કરવામાં નિષ્ફળ ગયું છે. 

અગાઉ પણ ટ્વિટરને થઈ ચૂક્યો છે દંડ

ડીએસએ તરીકે ઓળખાતા નિયમમાં દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી છે કે તે યુરોપીયન યુઝર્સના સોશિયલ મીડિયા સાઇટ્સ પરના હિતોનું રક્ષણ કરે અને તેમની સાઇટ્સ પર આવતા ગેરકાયદેસરના કન્ટેન્ટ અને પ્રોડક્ટ્સને દૂર કરે, આમ કરવામાં નિષ્ફળ જાય તો તેના માટે તેણે જંગી દંડ ચૂકવવાનો આવે છે.

પંચે જણાવ્યું હતું કે તેણે અગાઉ પણ એક્સ ટ્વિટર તરીકે જાણીતુ હતુ ત્યારે ડીએસએના પારદર્શકતાની જરૂરિયાતના ત્રણ નિયમોના ભંગ બદલ દંડ ફટકાર્યો હતો. યુરોપીયન પંચના આ નિર્ણયના લીધે ટ્રમ્પ તંત્રના ભવા વંકાઈ શકે છે, તેણે આમ પણ અમેરિકન ટેક કંપનીઓને બ્રસેલ્સમાંથી ફટકારવામાં આવતી દંડાત્મક કાર્યવાહીની ટીકા કરી છે અને તેમની કંપનીઓ પર વળતો પ્રહાર કરવાની ચેતવણી પણ આપી છે.

આ સમાચાર શેર કરો