મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

દુબઈ જતાં પહેલા નવા નિયમો જાણી લેજો, નહિંતર વિઝા રિજેક્શન સાથે પૈસા પણ ગુમાવશો

યુનાઈટેડ અરબ અમીરાત (UAE) દ્વારા હાલમાં જ પર્યટકો માટે પોતાના વિઝા નિયમોમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે. વિઝાના નિય

દુબઈ જતાં પહેલા નવા નિયમો જાણી લેજો, નહિંતર વિઝા રિજેક્શન સાથે પૈસા પણ ગુમાવશો

યુનાઈટેડ અરબ અમીરાત (UAE) દ્વારા હાલમાં જ પર્યટકો માટે પોતાના વિઝા નિયમોમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે. વિઝાના નિયમોમાં થયેલા ફેરફારના કારણે ભારતીય પર્યટકોને વિઝા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે દુબઈ જવા માટે વિઝા મેળવવું સરળ નથી. પહેલાં આશરે 99% વિઝાનો સ્વીકાર કરી લેવાતો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. વિઝાની અરજીઓના અસ્વીકારમાં ઘણો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : આવતીકાલથી TRAIના મેસેજ ટ્રેસીબિલિટી નિયમો લાગુ થશે, Jio, Airtel, Vi અને BSNL માટે મોટા સમાચાર

વિઝા રિજેક્શનનો દર વધ્યો

પહેલાં જ્યાં વિઝાની અરજીનો અસ્વીકાર થવાનો દર 1-2 ટકા હતો, તે હવે 5-6 ટકા સુધી પહોંચી ગયો છે. મળતી માહિતી મુજબ, 100 વિઝા અરજીમાંથી દરરોજ 5-6 વિઝા અરજી નકારી દેવામાં આવે છે. આ નવી સ્થિતિને કારણે પર્યટકોને ન ફક્ત વિઝા ફીનું નુકસાન થાય છે, પરંતુ તેઓએ જે વિમાનની ટિકિટ અને હોટલની બુકિંગ પહેલાથી કરી દીધી હોય, તેના પર પણ આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

શું છે નવો નિયમ?

પર્યટક વિઝા અરજીને લઈને યુએઈએ જે કડક નિયમ બનાવ્યાં, તે અનુસાર મુસાફરોએ પોતાની રિટર્ન ટિકિટની કૉપી ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર અપલોડ કરવી પડશે. આ પહેલાં એરપોર્ટના અધિકારીઓ આ દસ્તાવેજો તપાસતા હતા. પર્યટકોએ હોટલ રિઝર્વેશનનું પ્રમાણ આપવું પડશે. જો પર્યટક પોતાના પરિવારો સાથે રોકાવા ઇચ્છે છે, તો તેઓએ પોતાના યજમાન પાસેથી ત્યાં રોકાણનું પ્રમાણ-પત્ર પણ જોવું પડશે. આ સિવાય પર્યટકો પાસેથી એ વાતની પણ આશા રાખવામાં આવી છે કે, તેમની પાસે દુબઈમાં ફરવા માટે પર્યાપ્ત પૈસા છે, જેના માટે પર્યટકોએ બેન્ક સ્ટેટમેન્ટ અથવા સ્પૉન્સરશિપ લેટર બતાવવો પડશે.

આ પણ વાંચો : થાઈલેન્ડથી શરૂ થયેલી ધમ્મયાત્રા મહેસાણા પહોંચી, બૌદ્ધ ધર્મની ભેટ બદલ ભારતનો આભાર માન્યો

દર વર્ષે લાખો લોકો જાય છે દુબઈ

નોંધનીય છે કે, એક સમયે દુબઈ માટે લગભગ 99 ટકા વિઝા અરજીનો સ્વીકાર થઈ જતો હતો. જોકે, હાલ સારી રીતે તૈયાર કરવામાં આવેલી ફાઇલને પણ યુએઈના અધિકારીઓ રિજેક્ટ કરી રહ્યા છે. અહીં એ જાણવું પણ જરૂરી છે કે, ભારતમાંથી દર વર્ષે લાખો લોકો દુબઈ ફરવા જાય છે. ભારતથી 2023માં 60 લાખથી વધારે પર્યટકો દુબઈ ફરવા જાય છે. આવા નિયમોથી ઘણાં મુસાફરો અજાણ છે અને તેના કારણે પણ વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે. 

આ સમાચાર શેર કરો