થાઈલેન્ડથી શરૂ થયેલી ધમ્મયાત્રા મહેસાણા પહોંચી, બૌદ્ધ ધર્મની ભેટ બદલ ભારતનો આભાર માન્યો

થાઈલેન્ડથી શરૂ થયેલી મેકોંગ ગંગા ધમ્મયાત્રા આજે મહેસાણા જિલ્લાના વડનગરમાં પહોંચી છે. જ્યાં થાઈલેન્ડના પ્રતિનિધિ મંડળે બૌદ્ધ મોનેસ્ટ્રી અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. આ ચોથી ધમ્મયાત્રા આજે વડનગર પહોંચી છે.
ભારતમાં 2 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી મેકોંગ ગંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. ધમ્મ શતાબ્દી પર મેકોંગ ગંગા માટેનો માર્ગ નિશ્ચિત કરવામાં આવ્યો છે જેમાં પટના, બોધ ગયા,નવી દિલ્લી અને ગુજરાતને આ માર્ગમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : જુનાગઢ બાદ હવે 450 વર્ષ જુના આ મઠના નવા ઉત્તરાધિકારી માટે સાધુઓ વચ્ચે ખેંચતાણ શરુ
આ ધમ્મ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય શાંતિ અને સદાચારીના કાર્યોને પ્રોત્સાહન આપવા તેમજ તમામ ધર્મોના સિદ્ધાંતો અપનાવવાનો છે. જેમાં ધમ્મના સિદ્ધાંતો સાથે ડેકલેરેશન ઓન ધમ્મ સેન્ચ્યુરી જાહેર કરવામાં આવશે. ખાસ કરીને થાઈલેન્ડના લોકો તેમને બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ તેમજ ભગવાન બુદ્ધ ના શિષ્યો અરહંત સરીપૂટ્ટ અને મોગગલાના અવશેષો મોકલવા બદલ ભારતનો આભાર વ્યક્ત કરવા ઈચ્છે છે.
મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણ મજબૂત બનાવવા તેમજ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

