VIDEO : ખામેનેઈના અંતિમ સંસ્કાર, વૈશ્વિક રાજદ્વારી ગતિવિધિ
ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની 9 જુલાઈએ અંતિમ વિધિ થવાની છે.અને બે દિવસ તેમના દેહને જનત


ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની 9 જુલાઈએ અંતિમ વિધિ થવાની છે.અને બે દિવસ તેમના દેહને જનતાના દર્શન માટે રાખવામાં આવશે. ત્યારેઈરાનના રાષ્ટ્ર પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આયાતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા આમંત્રણ પાઠવ્યુ છે.. ખામેનેઈના અંતિમ સંસ્કાર ઈરાની સાર્વભૌમત્વ અને શક્તિના પ્રદર્શન સમાન છે, જે 9 જુલાઈના રોજ તેમના વતન મશહદમાં દફનવિધિ સાથે પૂર્ણ થશે. આ ઐતિહાસિક અને ભવ્ય સમારોહમાં હાજરી આપવા માટે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે. અમેરિકા અને ઈઝરાયલ સાથેના સંઘર્ષ બાદ સ્થિરતા વચ્ચે યોજાઈ રહેલો આ કાર્યક્રમ ઈરાનના ભવિષ્યની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.. તેહરાનના મેયર અલીરેઝા ઝકાનીના સત્તાવાર નિવેદન મુજબ, ખામેનેઈના અંતિમ સંસ્કારનો ભવ્ય કાર્યક્રમ કુલ 6 દિવસ સુધી અલગ-અલગ શહેરોમાં ચાલશે.




