VIDEO: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી પર ડિજીટલ સહી થઈ
સોર્સ : GSTV
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી પર ડિજીટલ સહી થઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ટ્રમ્પ, જેડી વેન્સ અને ઈરાની સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલીબાફે ડિજિટલ રીતે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, ઈરાનને આર્થિક સહાયતા માટે લગભગ 28 લાખ કરોડ રૂપિયાનું પેકેજ મળી શકે છે, જોકે, તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. સમજૂતીનો સંપૂર્ણ ડ્રાફ્ટ હજુ સાર્વજનિક કરવામાં આવ્યો નથી. ટ્રમ્પે કહ્યું કે દસ્તાવેજ શુક્રવાર પછી જાહેર કરવામાં આવશે..અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા-ઈરાન સમજૂતી પૂર્ણ થઈ ગઈ છે અને તેના પર શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં હસ્તાક્ષર થશે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કરશે.મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશો વચ્ચે 14 મુદ્દાનો એક પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર થયો છે, જેના પર આગળ ટેકનિકલ સ્તરની વાતચીત થશે.

