"મોજતબા ખામેનેઇ જીવિત છે કે નહીં?" 8 મહિનાથી ગાયબ ઇરાની સુપ્રીમ લીડર અંગે રાજદ્વારીનો સનસનાટીપૂર્ણ ખુલાસો!

ઇરાનના સર્વોચ્ચ નેતા, મોજતબા ખામેનેઇએ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારથી એકવાર પણ જાહેરમાં દેખાયા નથી. આથી તેઓનાં સ્વાસ્થ્ય અંગે અનેક પ્રકારની અટકળો શરૂ થઇ ગઇ હતી. પરંતુ ઇરાનના એક રાજદ્વારીએ સ્પષ્ટત: કહ્યું હતું કે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે, અને દરેક જરૂરી કામકાજ કરી રહ્યા છે.
પત્રકારો સાથેની વાતચીતમાં ઇરાનના વરિષ્ટ રાજદ્વારી અબ્દુલ મજીદ હકીમ ઇલાહીએ કહ્યું હતું કે ગત સપ્તાહે તેઓે દેશના પ્રમુખ સાથે ૭ કલાક સુધી વાતચીત કરી હતી. આ સાથે ખામેનેઇની તબીયત વિષે ચાલતી અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકી દીધું હતું.
વાસ્તવમાં જુલાઈમાં તેઓના પિતા અને ઇરાનના સર્વોચ્ચ નેતા, આયાતોલ્લાહ અલિ ખામેનેઇની હત્યા થઈ, તે પછી તેઓના અંતિમ સંસ્કારમાં મોજતબા ઉપસ્થિત ન હતા તે વાતને પણ ફગાવી દેતાં તે રાજદ્વારીએ કહ્યું હતું કે તે સમયે તેઓ હાજર હતા જ પરંતુ તેઓને કોઇએ જોયા ન હતા. મોજતબા પોતાનું કામ સારી રીતે કરે છે તેમ કહેતાં રાજદ્વારીએ પત્રકારોને વધુમાં જણાવ્યું હતું કે ગત સપ્તાહે જ દેશના પ્રમુખ સાથે ૭ કલાક વાતચીત કરી હતી. તેઓ ઉપરાંત સંસદના સ્પીકર પણ તેઓની સાથે હતા. મારા કેટલાક મિત્રો પણ તે સમેય ત્યાં ઉપસ્થિત હતા. તેઓ તેમને મળ્યા પણ તેમણે જ મને જણાવ્યું હતું કે ખામેનેઇ સંપૂર્ણ સ્વસ્થ છે. અને પોતાનું કામ બહુ સારી રીતે કરી રહ્યા છે.
તેઓ પોતાના પિતાના અંતિમ સંસ્કાર સમયે ઉપસ્થિત ન હતા, તેવા દાવાને ફગાવી દેતાં એ રાજદ્વારીએ પત્રકારોને કહ્યું હતું કે તે સમયે હું તહેરાનમાં જ હતો. તેઓના બંને ભાઈઓને પણ મળ્યો હતો. ત્યારે મોજતબા પણ હાજર હતા. આ સાથે અનામી રહેવા માગતા તે રાજદ્વારી કહ્યું હતું કે તેઓ રાતના માર્ગો ઉપર પણ આવે છે. ઇરાનીઓ જ્યારે દેખાવો યોજે છે ત્યારે તેમાં સામેલ પણ થાય છે. તેઓ બહુ સારી રીતે ચાલી શકે છે.
ઇરાનના તે રાજદ્વારીએ જે કહેવું હોય તે કહે પરંતુ ઇઝરાયલ અમેરિકાએ ઇરાન સામે યુદ્ધ શરૂ કર્યું ત્યારથી ૮ મહિના સુધી મોજતબા ખામેનેઇને જાહેરમાં કોઇએ જોયા નથી કે આવા કટોકટીભર્યા સમયે પણ તેઓએ ઇરાનની જનતા જોગ કશું વક્તવ્ય આપ્યું નથી. તેથી તેમના વિષે અટકળો ચાલી રહે તે સહજ છે.






