મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે થનારા ઐતિહાસિક શાંતિ કરાર

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે થનારા ઐતિહાસિક શાંતિ કરારની મહત્વની શરતો સામે આવી છે. આ સમજૂતી હ

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે થનારા ઐતિહાસિક શાંતિ કરારની મહત્વની શરતો સામે આવી છે. આ સમજૂતી હેઠળ ઈરાન પરથી ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ્સની નિકાસના પ્રતિબંધો હટશે અને તેને વૈશ્વિક બેંકિંગ વ્યવસ્થાનો એક્સેસ મળશે. કરારના ભાગરૂપે અમેરિકા ઈરાનનું જપ્ત થયેલું ૨૪ અબજ ડૉલરનું ફંડ મુક્ત કરશે, જેમાંથી ૧૨ અબજ ડૉલર વાટાઘાટો શરૂ થતાં પહેલાં જ આપવા પડશે. ઉપરાંત, લેબનાન સહિતના તમામ મોરચે તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ થશે અને ૩૦ દિવસમાં હોર્મુઝની ખાડી વ્યાપારી જહાજો માટે ખુલ્લી મુકાશે તેમજ અમેરિકા નૌસૈનિક નાકાબંધી હટાવશે.આ આગામી ૬૦ દિવસની સત્તાવાર વાટાઘાટો દરમિયાન ઈરાન પરમાણુ હથિયાર ન બનાવવાનું વચન દોહરાવશે, જ્યારે અમેરિકા મિડલ ઈસ્ટમાં પોતાની સેના નહીં વધારે. આ સમગ્ર પ્રક્રિયા પર સંયુક્ત રાષ્ટ્રની વિશેષ મોનિટરિંગ સિસ્ટમ નજર રાખશે. સૌથી મહત્વની વાત એ છે કે, ઈરાનનો મિસાઈલ પ્રોગ્રામ આ શાંતિ સમજૂતીની બહાર રાખવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો