VIDEO: અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર: યુદ્ધવિરામ અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા પર સહમતી
સોર્સ : GSTV
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે મહત્વના વચગાળાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ફ્રાન્સના પેલેસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની હાજરીમાં આ દસ્તાવેજ સંપન્ન થયો હતો, ત્યારબાદ ઈરાનના રાષ્ટ્રપતિ પજશકિયાને ડિજિટલ માધ્યમથી હસ્તાક્ષર કર્યા હતા.ભારતીય સમય મુજબ ગુરુવારે વહેલી સવારે 5 વાગ્યે આ કરાર અમલમાં આવ્યો છે. આ સમજૂતી હેઠળ ઈરાન અને લેબનોનમાં યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોર્મુઝ સ્ટ્રેટને પુનઃ ખોલવા અને અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, ૧૯ જૂને થનાર આ કરાર નિર્ધારિત સમય કરતા વહેલો સંપન્ન થયો છે.

