મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ટ્રમ્પ સરકારમાં આ ગુજરાતી પટેલ બની શકે CIA ચીફ!

અમેરિકામાં ટ્રમ્પનું શાસન આવતા જ ટ્રમ્પ અને તેમના સહયોગીઓએ ઊંચા હોદ્દા પર પસંદગીઓ પર વિચારવાનું

ટ્રમ્પ સરકારમાં આ ગુજરાતી પટેલ બની શકે CIA ચીફ!

અમેરિકામાં ટ્રમ્પનું શાસન આવતા જ ટ્રમ્પ અને તેમના સહયોગીઓએ ઊંચા હોદ્દા પર પસંદગીઓ પર વિચારવાનું શરૂ કરી દીધું છે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિશ્વસ્ત અને ખાસ વ્યક્તિ ભારત વંશી કશ્યપ ઉર્ફે કાશ પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સોપતા મહત્ત્વનો હોદ્દો સોપી શકે છે.

ટ્રમ્પના વફાદાર કાશ પટેલ બની શકે છે CIAના વડા

ટ્રમ્પને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના ચીફ બનાવાય તેવી સંભાવના છે. તે આ હોદ્દા માટેને ટોચના દાવેદારોમાંથી એક છે. ટ્રમ્પના ઘણા સહયોગીઓએ CIAના વડા તરીકે કાશ પટેલનું નામ આગળ ધર્યું છે. 44 વર્ષીય કાશ પટેલ ટ્રમ્પના વફાદાર છે. તે ભારતીય મૂળના છે. તેમનો જન્મ 1980માં ગાર્ડન સિટી, ન્યૂયોર્કમાં ગુજરાતી ભારતીય ફેમિલીના ત્યાં થયો હતો. તે પૂર્વ આફ્રિકાથી કેનેડાના રસ્તે અમેરિકામાં આવી વસ્યા હતા.

મૂળ વડોદરાના છે કાશ પટેલ

કાશ પટેલ વડોદરાના છે. કાશ પટેલે રિચમંડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે અને યૂનિવર્સિટી કોલેજ લંડનથી આંતરરાષ્ટ્રીય કાયદામાં પ્રમાણ પત્રની સાથે સાથે કાયદાની ડિગ્રી પણ મેળવી છે.

કાશ પટેલે શરૂઆતમાં ટોચની કાયદાકીય કંપનીઓમાં ભૂમિકા મેળવવામાં પડકારોનો સામનો કરવો પડ્યો છે જેના કારણે તેમે એક સાર્વજનિક વકીલના રૂપમાં પોતાની કરિયર શરૂ કરી હતી. મિયામી કોર્ટમાં તે લગભગ નવ વર્ષ રહ્યાં જ્યાં તેમણે હત્યા, નાર્કો-ટ્રાફિકિંગ અને આર્થિક ગુના સહિત જટિલ કેસને સંભાળ્યા હતા.

આ પણ વાંચો: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ 2 ગુજરાતીઓએ રચ્યો ઇતિહાસ, એક મૂળ રાજકોટના

કાશ પટેલે નૂન્સ મેમો તૈયાર કરવામાં ભજવી હતી મહત્ત્વની ભૂમિકા

કાશ પટેલના કરિયરમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે ડેવિન નૂન્સ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા જે તે સમયે ઇન્ટેલિજન્સ પર હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટીના અધ્યક્ષ હતા જેથી 2016ના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયન હસ્તક્ષેપની સમિતિની તપાસનું નેતૃત્ત્વ કરી શકાય. કાશ પટેલે નૂન્સ મેમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જે એક પૂર્વ ટ્રમ્પ અભિયાન સ્વયંસેવક માટે સર્વેલન્સ વોરંટ મેળવવામાં ન્યાય વિભાગની પદ્ધતિઓની ટીકા કરવામાં આવી હતી. મેમોએ નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કર્યું અને ટ્રમ્પને પ્રભાવિત કર્યા હતા.

આ સમાચાર શેર કરો