મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ 2 ગુજરાતીઓએ રચ્યો ઇતિહાસ, એક મૂળ રાજકોટના

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળ

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ 2 ગુજરાતીઓએ રચ્યો ઇતિહાસ, એક મૂળ રાજકોટના

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી છે. અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના 9 ઉમેદવાર પણ ચૂંટણી લડતા હતા જેમાં અમી બેરા, સુહાસ સુબ્રમણ્યમ, પ્રમિલા જયપાલ અને અમીશ શાહ જેવા મુખ્ય નામ સામેલ છે. 7 ઉમેદવાર કમલા હેરિસની ડેમોક્રેટિક પાર્ટીમાંથી ચૂંટણી લડતા હતા જ્યારે 2 ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની રિપલ્બિકન પાર્ટી તરફથી ચૂંટણી લડતા હતા.

અમેરિકાની ચૂંટણીમાં ગુજરાતી મૂળના બે ઉમેદવાર જીત્યા

ગુજરાતી મૂળના બે ડેમોક્રેટ ઉમેદવારે પણ અમેરિકાની ચૂંટણીમાં જીત મેળવી છે. અમી બેરા અને અમીશ શાહ બન્ને ઉમેદવાર ગુજરાતી મૂળના લોકો છે. બન્ને મેડિકલ લાઇનમાં જોડાયેલા છે.ભારતીય મૂળના ડેમોક્રેટ ઉમેદવાર અમી બેરા કેલિફોર્નિયાથી અમેરિકન પ્રતિનિધિ સભા માટે ફરી ચૂંટાયા છે. અમી બેરા મૂળ ગુજરાતના છે. અમી બેરાનું આખુ નામ અમરીશ બાબુલાલ બેરા છે. અમી બેરા અમેરિકન કોંગ્રેસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ભારતીય અમેરિકન છે. તે 20 વર્ષથી પોતાના પત્ની જેને સાથે કેલિફોર્નિયાના એલ્ક ગ્રોવમાં રહે છે જે એક મેડિકલ ડૉક્ટર પણ છે. 

2012થી ચૂંટણી જીતતા રહ્યાં છે અમી બેરા

અમી બેરા 2012માં રિપબ્લિકન ઉમેદવારને હરાવ્યા બાદથી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આ પહેલા તે સામાન્ય અંતરથી ચૂંટણી જીત્યા હતા પરંતુ તાજેતરની ચૂંટણીમાં તેમને વધારે મત મળ્યા છે. આ ચૂંટણી ક્ષેત્ર અંતર્ગત રાજ્યના પાટનગર સૈક્રામેન્ટો અને તેના ઉપનગરના ઉત્તરી ભાગ આવે છે.બેરા અમેરિકન પ્રતિનિધિ સભાના પાંચ વર્તમાન સભ્યમાંથી એક છે જે ભારતીય મૂળના છે. અમી બેરાએ રિપબ્લિકન ક્રિસ્ટિન બિશને હરાવ્યા છે. 

અમી બેરા હાઉસ ઇન્ટેલિજન્સ કમિટી અને ફોરેન અફેર્સ કમિટીના સભ્ય રહી ચુક્યા છે. અમી બેરાએ હેલ્થકેરને અફોર્ડેબલ અને જનતા સુધી આસાન પહોંચ બનાવવા માટે પોતાની કરિયરને સમર્પિત કરી દીધી હતી.

અમી બેરાના પેરેન્ટ્સ મૂળ ગુજરાતના છે

અમી બેરા મૂળ રાજકોટના છે અને તેમના પેરેન્ટ્સ 70 વર્ષ પહેલા અમેરિકા જઇને વસી ગયા હતા.બેરાના પિતા બાબુલાલ બેરા 1958માં ભારતથી અમેરિકામાં જઇને વસી ગયા હતા. બે વર્ષ બાદ બાબુલાલ બેરાના પત્ની કાંતા પણ તેમની પાસે અમેરિકા જતા રહ્યાં હતા. અમી બેરાનો જન્મ લોસ એન્જલસમાં થયો હતો અને તેમનો ઉછેર ઓરેન્જ કાઉન્ટી શહેર લા પાલમામાં થયો હતો. બેરાના માતા-પિતા મૂળ રાજકોટના છે.અમી બેરા પણ ઘરમાં ગુજરાતી બોલે છે.

આ પણ વાંચો: વિશ્વમાં ગુજરાતી ભાષાનો દબદબો, અમેરિકાની ચૂંટણીમાં ત્રીજી ભાષા ગુજરાતી, જુઓ PHOTO

અમિશ શાહ પણ જીત્યા

એરિઝોનાના પ્રથમ ડિસ્ટ્રિક્ટથી ડેમોક્રેટિક પાર્ટીના અમીશ શાહ પણ ચૂંટણી જીત્યા છે. અમીશ પ્રથમ વખત પ્રતિનિધિ સભાની ચૂંટણી લડી રહ્યાં છે અને આ પહેલા તે એરિઝોનાની સ્ટેટ એસેમ્બલીમાં 3 વખત જીત મેળવી ચુક્યા છે. અમીશ શાહના માતા-પિતા ગુજરાતથી અમેરિકા જઇને વસી ગયા હતા. અમીશનો જન્મ શિકાગોમાં જ થયો છે.

અમીશ શાહને બાસ્કેટબોલ રમવાનો, નાના એરોપ્લેન ઉડાવવાનો અને સાહસિક મુસાફરી કરવાનો શોખ છે. અમીશ શાહ સ્પેનિશ અને ગુજરાતી પણ બોલે છે. 

આ સમાચાર શેર કરો