જૉ બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પે ડિબેટનું આમંત્રણ સ્વીકાર્યું, 27 જૂને થઇ શકે છે ડિબેટ
અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બંનેએ 27 જૂનના રોજ ચર્ચા માટે CNNન

અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બંનેએ 27 જૂનના રોજ ચર્ચા માટે CNNનું આમંત્રણ સ્વીકાર્યું છે. યુએસ પ્રમુખ જો બિડેન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જૂન અને સપ્ટેમ્બરમાં બે ચૂંટણીની ડિબેટ કરવા સંમત થયા છે.
બાઈડને ટ્વિટર પરની પોસ્ટ કરી કહ્યું “મને CNN તરફથી 27 જૂને ડિબેટ કરવા માટેનું આમંત્રણ મળ્યું છે અને તેને મે સ્વીકાર્યું છે. કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ”
ટ્રમ્પે સીએનએનને કહ્યું કે “મારો જવાબ હા છે, હું પણ આ ચેલેન્જ સ્વીકારું છું"
બાઈડનની જવાબ પહેલા ટ્રમ્પને સમાચાર સંસ્થાઓ દ્વારા આયોજિત પ્રમુખપદની ડિબેટમાં હાજરી આપવા માટે ચેલેન્જ કરી હતી.
બાઈડને તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ટ્રમ્પ સાથે ચર્ચા કરવામાં ખુશ થશે, જો કે તેઓ આવી ડિબેટના ફોર્મેટ પર ચોક્કસ નહતા.
બુધવારે સવારે પ્રકાશિત થયેલ બાઈડનનો વીડિયો આવ્યો હતો. જેમાં તેમને કહયું કે “2020માં ડોનાલ્ડ ટ્રમ્પ મારાથી બે ડિબેટમાં હારી ગયા. ત્યારથી તે ડિબેટ માટે આવ્યા નથી. હવે તે એવું વર્તન કરી રહ્યા છે કે તે મારી સાથે ફરીથી ડિબેટ કરવા માંગે છે.”








