જાપાનના વડાપ્રધાને પોતાનું પદ છોડ્યું, શેગરૂ ઇશિબા સંભાળશે દેશની કમાન
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ પોતાના સંભવિત ઉત્તરાધિકારી શિગેરૂ ઇશિબાના પદભાર સંભાળ્યા પહેલા યોજના અનુસાર પદ છોડી દી

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ પોતાના સંભવિત ઉત્તરાધિકારી શિગેરૂ ઇશિબાના પદભાર સંભાળ્યા પહેલા યોજના અનુસાર પદ છોડી દીધુ છે. શિગેરૂ ઇશિબાએ જાપાનના એલડીપી નેતૃત્ત્વ ચૂંટણીમાં જીત મેળવી હતી. કિશિદાએ ત્રણ વર્ષના નેતૃત્ત્વ કાર્યકાળે યોશીહિદે સુગાનું સ્થાન લીધુ હતુ, જે એક વર્ષ સુધી સત્તામાં રહ્યાં હતા પરંતુ કોવિડ-19 પ્રકોપ સામે લડવામાં અસમર્થ રહેવાને કારણે તેમને પદ છોડવું પડ્યુ હતું.
મહત્ત્વપૂર્ણ છે કે શિગેરૂ ઇશિબાને જાપાનની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. જાપાનમાં સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ જ દેશના વડાપ્રધાન હોય છે. એવામાં જલદી શિગેરૂ ઇશિબા જાપાનના નવા વડાપ્રધાન બનશે.
શિગેરૂ ઇશિબા સામે પડકાર
શિગેરૂ ઇશિબાએ કટ્ટરપંથી રાષ્ટ્રવાદી સાને તાકાઇચીને બીજા તબક્કાના મતદાનમાં હરાવ્યા હતા. વર્તમાન વડાપ્રધાન ફૂમિયો કિશિદાને બદલવાની રેસ ઓગસ્ટમાં શરૂ થઇ હતી જ્યારે તેમને કેટલાક કૌભાંડને કારણે પદ છોડવાની જાહેરાત કરી હતી જેને કારણે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ની રેટિંગ રેકોર્ડ નિમ્નસ્તર પર પહોંચી ગઇ હતી. વડાપ્રધાન બન્યા બાદ શિગેરૂ ઇશિબાએ પૂર્વ એશિયામાં અસ્થિર સુરક્ષા વાતાવરણ સામે લડવું પડશે જેને ચીનની વધતી આક્રમકતા અને પરમાણુ સશસ્ત્ર ઉત્તર કોરિયા મહત્ત્વ આપી રહ્યું છે.
ભાવુક થયા ઇશિબા
મહત્ત્વપૂર્ણ છે કે બીજા તબક્કાના મતદાન પહેલા સાંસદોને કરવામાં આવેલા સંબોધનમાં ઇશિબાએ એક નિષ્પક્ષ અને દયાલુ જાપાનનું આહવાન કર્યું હતું અને અંતિમ પરિણામ વાંચ્યા બાદ તેમની આંખમાં આંસુ આવી ગયા હતા.








