મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

કુવૈતની કુલ વસ્તીમાં 21 ટકા ભારતીયો, કેમ ગલ્ફ કન્ટ્રીમાં જવાનો વધ્યો ક્રેઝ

કુવૈતની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા 50 લોકોના મોત થયા છે. આ દૂર્ઘટનામાં 40 ભારતીય પણ સામેલ છે. આગ એ

કુવૈતની કુલ વસ્તીમાં 21 ટકા ભારતીયો, કેમ ગલ્ફ કન્ટ્રીમાં જવાનો વધ્યો ક્રેઝ

કુવૈતની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા 50 લોકોના મોત થયા છે. આ દૂર્ઘટનામાં 40 ભારતીય પણ સામેલ છે. આગ એટલી ભીષણ હતી કે બધુ બળીને ખાક થઇ ગયું હતું. આ ઘટના બાદ કુવૈત સરકાર જ નહીં પણ ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે.

પીએમ મોદીએ આ દૂર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીના આદેશ પર વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહ કુવૈત પહોંચ્યા છે. 

કુવૈતના અહમદી પ્રાંતના દક્ષિણી મંગાફમાં આ દૂર્ઘટનાની દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે. એક સવાલ બધાને મનમાં છે કે અંતે આટલા ભારતીયોના મોત કેવી રીતે થયા. કુવૈતમાં કેટલા ભારતીયો રહે છે અને તે ત્યાં શું કરવા જાય છે?

કુવૈતમાં કેટલા ભારતીયો રહે છે?

કુવૈતમાં જે જગ્યાએ દૂર્ઘટના બની ત્યા ભારતીયોની સંખ્યા વધારે છે. કુવૈત જતા ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે. કુવૈતમાં નોકરી માટે જતા ભારતીયોની સંખ્યા ઘણી વધારે છે.
કુવૈતની કૂલ જનસંખ્યામાં કૂલ 21 ટકા ભારતીય છે. ભારતીય એમ્બેસીના આંકડા અનુસાર, અહીં કામ કરનારા કૂલ લોકોમાંથી 30 ટકા ભારતીય છે. કુવૈતમાં ભારતીયોની સંખ્યા લગભગ 10 લાખ છે અને તે ત્યા સૌથી મોટો પ્રવાસી સમુદાય માનવામાં આવે છે.

કુવૈત કેમ ભારતીયોનો પસંદગીનો દેશ બન્યો

કુવૈતમાં ભારતીયોના જવાના કેટલાક કારણ છે જેમાં વેપાર, ટૂરીઝમ વગેરે સામેલ છે. જોકે, સૌથી મોટી કારમ આસાનીથી મળનારી નોકરી અને સારી સેલેરી પેકેજ છે. એક અન્ય કારણ છે જે ભારતીયોનું પસંદગીનું ડેસ્ટિનેશન બને છે તે છે ત્યા ટેક્સ ફ્રી આવક, ઘરો પર સબસિડી અને ઓછા વ્યાજ પર લોન મળી જાય છે.

મોટાભાગના ભારતીય બિલ્ડિંગ, હેલ્થકેર, ઓઇલ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં કામ કરે છે. મજૂરોના મુકાબલે જે લોકો આ પદો પર કામ કરે છે, તેમની સ્થિતિ થોડી સારી છે.

અનસ્કિલ્ડ લોકોને પણ મળે છે સારો પગાર

કુવૈતમાં અનસ્કિલ્ડ લોકોને પણ ઘણો સારો પગાર મળે છે. દર મહિને 100 કુવૈતી દિનાર એટલે કે 27 હજાર રૂપિયા મળે છે. લોઅર સ્કિલ્ડ મજૂરોને 40 હજાર રૂપિયા સુધીનો પગાર મળે છે.

આ સમાચાર શેર કરો