મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ભારતે કેનેડિયન હાઈ કમિશનરને પાઠવ્યું સમન્સ, હરદીપ સિંહ નિજ્જર કેસમાં ટ્રુડોના આરોપો પર કડક કાર્યવાહી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓંકતા રહે છે. અગા

ભારતે કેનેડિયન હાઈ કમિશનરને પાઠવ્યું સમન્સ, હરદીપ સિંહ નિજ્જર કેસમાં ટ્રુડોના આરોપો પર કડક કાર્યવાહી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓંકતા રહે છે. અગાઉ તેમણે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડાના ગંભીર આરોપો પર ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે કેનેડાના હાઈ કમિશનર સ્ટુઅર્ટ વ્હીલરને સમન્સ પાઠવ્યા છે. અગાઉ ભારતે શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યાની તપાસ સાથે ઓટાવામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માને જોડતા કેનેડાના આરોપોને "વાહિયાત" ગણાવી નકારી કાઢ્યા હતા.

હવે ટ્રુડો સરકારે ભારતના રાજદ્વારીઓને મુશ્કેલીમાં નાખવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. કેનેડીયન સરકારે ભારતીય હાઈ કમિશનર વિરુદ્ધ કથિત કાર્યવાહી કરવાની તૈયારી કરતા ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતમાં સોમવારે કેનેડાના હાઈ કમિશનર સ્ટુઅર્ટ વ્હીલરને વિદેશ મંત્રાલય દ્વારા કેનેડાના પગલાં મુદ્દે સ્પષ્ટિકરણ કરવા બોલાવવામાં આવ્યા હતા. ભારતે કેનેડાના આ આરોપોને દ્વિપક્ષીય સંબંધોમાં ખટાશ લાવવાનું નકારાત્મક અને નકારાત્મક વલણ ગણાવ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમને ગઈકાલે કેનેડા તરફથી રાજદ્વારી સંચાર મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને અન્ય રાજદ્વારી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસની તપાસ સાથે સંબંધિત બાબતોમાં 'નજર રાખનાર વ્યક્તિ' કહ્યા છે.

કેનેડીયન સરકારનો ભારતીય હાઈ કમિશનર પર ગંભીર આક્ષેપ

વાસ્તવમાં કેનેડીયન સરકારે ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ નિજ્જરની હત્યાની તપાસમાં ‘વ્યક્તિગત હિત’ રાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જેનો ભારતે જડબાતોડ જવાબ આપી ભારતીય હાઈ કમિશનર પર આરોપ લગાવવાના કેનેડાના પ્રયાસોના જવાબમાં કાર્યવાહી કરવાની ચિમકી આપી છે. કેનેડાના પાયાવિહોણા આક્ષેપોને રદીયો આપતા ભારતે કહ્યું કે, અમે કેનેડાના કોઈપણ આક્ષેપોને સાંભળવાના નથી. વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય હાઈકમિશનર હત્યાની તપાસમાં રસ રાખનાર વ્યક્તિ હોવાના આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે.

કેનેડા અમારા અધિકારીઓને બદનામ કરે છે : ભારત

ભારતે વળતો જવાબ આપી કહ્યું કે, કેનેડાની સરકાર પુરાવા વગર અમારા અધિકારીઓને બદનામ કરી રહી છે. તેમની સરકાર પોતાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદીઓને અટકાવવામાં નિષ્ફળ ગઈ છે, તેથી તેઓ પાયાવિહોણા દાવાઓ કરી રહી છે.

ટ્રુડો પર ભડકી કેન્દ્ર સરકાર

કેનેડાના આક્ષેપોની ટીકા કરતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય ઉચ્ચાયુક્તો અને રાજદ્વારીઓને તપાસના નામે ફસાવવાનું કામ થઈ રહ્યું છે. મંત્રાલયે કેનેડીયન સરકારના આક્ષેપોનું સત્તાવાર ખંડન કર્યું છે. ભારત સરકારે કહ્યું કે, કેનેડાની સરકારના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. ટ્રુડો સરકાર રાજકીય એજન્ડાના કારણે આવા આક્ષેપો કરી રહ્યું છે. ટ્રુડો વોટ બૅન્કનું પોલિટીક્સ રમી રહ્યા છે.

કેનેડા પાસે આક્ષેપોની વણઝાર, પુરાવા એકપણ નહીં

જ્યારથી કેનેડામાં નિજ્જરની હત્યા થઈ છે, ત્યારથી કેનેડીયન સરકાર અવાર-નવાર ભારત પર આક્ષેપો કરતી રહી છે. જોકે તેમની સરકાર અત્યાર સુધીમાં એક પણ પુરાવા આવી શકી નથી. ભારત સરકારે એક સત્તાવાર નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ સપ્ટેમ્બર 2023માં ભારત પર અનેક આક્ષેપો કર્યા હતા, જેના જવાબમાં અમે પણ અનેકવાર પુરાવાઓ માગ્યા હતા. જોકે તેઓ અત્યાર સુધીમાં એક પણ પુરાવા આપી શક્યા નથી. ભારતે ટ્રુડોની સરકાર પર એવો પણ આક્ષેપ કર્યો છે કે, તેમની સરકાર તપાસના નામે રાજકીય લાભ મેળવવા ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો