મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

જો બાયડન કોકેઈનના નશામાં ભાષણ આપી રહ્યા હતા! ડોનાલ્ડ ટ્રમ્પે ડ્રગ ટેસ્ટની કરી માંગ

ભારતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અને નેતાઓ ભારે ખેંચત

જો બાયડન કોકેઈનના નશામાં ભાષણ આપી રહ્યા હતા! ડોનાલ્ડ ટ્રમ્પે ડ્રગ ટેસ્ટની કરી માંગ

ભારતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અને નેતાઓ ભારે ખેંચતાણ ભરી સ્થિતિ છે. આવી જ સ્થિતિ અમેરિકામાં પણ છે. આ વર્ષે અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડન સામે ઉભા છે. ટ્રમ્પ વિવિધ મુદ્દાઓ પર બાયડનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે, ટ્રમ્પે હવે બાયડનના ડ્રગ ટેસ્ટની માંગ ઉઠાવી છે.

જો બાયડને ગયા મહિને સ્ટેટ ઓફ ધ યુનિયન ભાષણ આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું છે કે સંભવ છે કે રાષ્ટ્રપતિ બાયડન ભાષણ આપતા સમયે ડ્રગ્સના નશામાં હતા. રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પે ગુરુવારે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી. આ સાથે, ગયા વર્ષે જુલાઈમાં વ્હાઇટ હાઉસમાં કોકેઈન મળી આવ્યાના અહેવાલોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે ભાષણ આપતી વખતે બાયડન ખૂબ જ ચુસ્ત અને સક્રિય દેખાતા હતા. જોકે, ટ્રમ્પે આ દાવા માટે કોઈ નક્કર પુરાવા આપ્યા નથી.

‘વ્હાઈટ હાઉસની અંદરથી મળી આવ્યું હતું કોકેઈન’

શું તેમને લાગે છે કે બાયડને કોકેઈનનો ઉપયોગ કર્યો હતો? આ સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે વ્હાઈટ હાઉસમાં જે સફેદ પદાર્થ મળ્યો હતો તે પાછળથી કોકેઈન હોવાનું જાણવા મળ્યું હતું. મને લાગે છે કે કંઈક ગરબડ છે. મેં બાયડનનું સ્ટેટ ઓફ ધ યુનિયનનું ભાષણ જોયું. શરૂઆતમાં તેઓ સંપૂર્ણપણે સક્રિય હતા. ટ્રમ્પે વધુમાં કહ્યું કે ભાષણના અંત સુધીમાં તેઓ ખૂબ થાકેલા દેખાતા હતા. હું આ અંગે ચર્ચા કરવા માંગુ છું.

‘જો બાયડન સામાન્ય રીતે ઊંઘમાં જોવા મળે છે

ટ્રમ્પે આ વાતો રેડિયો પ્રસારણકર્તા હ્યુ હેવિટ સાથેની મુલાકાતમાં કહી હતી. ટ્રમ્પના આ દાવા પર હેવિટે પૂછ્યું કે શું તમે એમ કહી રહ્યા છો કે અમેરિકાના રાષ્ટ્રપતિ કોકેઈનનું સેવન કરે છે. તેના પર ટ્રમ્પે કહ્યું કે મને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. પણ એ ભાષણમાં એકદમ એક્ટિવ લાગી રહ્યા હતા. મોટાભાગે તેમને જોઈને એવું લાગે છે કે તેઓ ઊંઘમાં છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બરે યોજાવાની છે.

આ સમાચાર શેર કરો