Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : How is Iran defeating US-Israel despite the death of 40 commanders?

VIDEO : ખામેનેઈ સહિત 40 કમાન્ડર્સના મોત છતાં US-ઈઝરાયલને કેવી રીતે હંફાવી રહ્યું છે ઈરાન? જાણો 5 કારણ

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : google

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ વિનાશક સ્તરે પહોંચ્યું છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ  અમેરિકા ઈઝરાયલે ઈરાન ઉપર હુમલાઓ કર્યા. વાયુસેનાએ ઈરાનના અનેક લશ્કરી અને રાજનૈતિક ઠેકાણાઓને જમીનદોસ્ત કરી દીધા. ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ પડી ભાંગી. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈ સહિત 40 ટોચના કમાન્ડરો પણ માર્યા ગયા હતા. તેમ છતાં હવે યુદ્ધના 17મા દિવસે ઈરાનનું પલડું ભારે દેખાઈ રહ્યું છે.  સવાલ ઉઠી રહ્યો છે કે આખરે સુપ્રીમ લીડર અને ટોપ કમાન્ડરોના મોત બાદ પણ ઈરાને 17 દિવસમાં એવું તે શું કર્યું, જેનાથી અમેરિકા જેવી મહાસત્તાને હવે ઢીલું પડવું પડ્યું છે.

App Store

અમેરિકા માટે આસાન લાગતું યુદ્ધ જીતવું હવે મુશ્કેલ

એક તરફ તાબડતોબ હવાઈ હુમલા કરીને પણ અમેરિકા ઈરાનમાં સત્તાપલટો કરી શક્યું નથી, તો બીજી તરફ હવે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ઈરાનને નબળું પાડવા માટે દુશ્મન દેશ ચીન અને પોતાના નાટો સાથી દેશોની મદદ માંગી રહ્યા છે. સવાલ ઉઠી રહ્યો છે કે આખરે સુપ્રીમ લીડર અને ટોપ કમાન્ડરોના મોત બાદ પણ ઈરાને 17 દિવસમાં એવું તે શું કર્યું, જેનાથી અમેરિકા જેવી મહાસત્તાને હવે ઢીલું પડવું પડ્યું છે.

ઈરાને કેવી રીતે બાજી પલટી?

મોઝેક ફોર્મ્યુલા

ઈરાને યુદ્ધને લાંબું ખેંચવાનો રસ્તો પસંદ કર્યો. આ માટે સેનાની અંદર શક્તિ વિભાજિત કરવામાં આવી, જેને 'મોઝેક ફોર્મ્યુલા' નામ આપવામાં આવ્યું. આ અંતર્ગત સેનાના દરેક યુનિટને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા. આની અસર જોવા મળી કે મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચવા છતાં અમેરિકન સાથી દેશો પર ઈરાનના હુમલા ચાલુ રહ્યા. ઈરાને નાના-નાના ડ્રોનથી આરબ દેશોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જેથી યુદ્ધ લાંબુ ચાલે.

આર્થિક નાકાબંધી

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait)ને ઘેરી લેવાનો પ્લાન તૈયાર કર્યો છે. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે જેવું જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા માટે ઉશ્કેર્યા, કે તરત જ ઈરાને થાઈલેન્ડના એક માલવાહક જહાજને રડાર પર લઈ લીધું. ત્યારબાદ હોર્મુઝનો આખો રસ્તો બ્લોક થઈ ગયો. ઈરાને હોર્મુઝની નીચે સમુદ્રી સુરંગો પણ બિછાવી દીધી છે.

મીડિયા વોરફેર

અમેરિકન હુમલાઓની વાસ્તવિકતા બતાવવા માટે ઈરાને અમેરિકન મીડિયા CNNને તેહરાનમાં એન્ટ્રી આપી. CNNએ ટ્રમ્પ પ્રશાસન અને સરકાર વિરુદ્ધ ત્યાંથી જોરદાર રિપોર્ટિંગ કર્યું. જેમાં ઈરાનની એક શાળામાં માર્યા ગયેલા બાળકોના અહેવાલનો પણ સમાવેશ થાય છે. CNNએ પુરાવા સાથે જણાવ્યું કે અમેરિકન હુમલામાં મિનાબ સ્કૂલના 160થી વધુ બાળકો માર્યા ગયા છે, જેના કારણે આખી દુનિયામાં ટ્રમ્પ સરકારની છાપ ખરડાઇ છે.

સચોટ મેસેજિંગ

ઈરાનના વિદેશ મંત્રી દરરોજ અમેરિકન મીડિયાને ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે. ઈરાનની કોશિશ આ લડાઈને 'ઈઝરાયલ વિરુદ્ધ ઈરાન' બનાવવાની છે. વિદેશ મંત્રી અબ્બાસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે- 'જો અમેરિકા ઈઝરાયલ માટે પોતાના સૈનિકોને મરવા દેવા માંગતું હોય, તો અમે શું કહી શકીએ? અમે તો માત્ર અમારો બચાવ કરી રહ્યા છીએ.', આ પ્રકારના સતત મેસેજિંગ દ્વારા ઈરાન મજબૂત મોરચેબંધી કરી રહ્યું છે.

આંતરિક એકતા

આયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા બાદ અમેરિકા અને ઈઝરાયલને આશા હતી કે ઈરાનના સામાન્ય નાગરિકો રસ્તા પર ઉતરશે અને વિદ્રોહ કરશે, પરંતુ એવું થયું નહીં. તેવી જ રીતે, અમેરિકાએ ઈરાનમાં અરાજકતા ફેલાવવા માટે કુર્દ લોકોનો સંપર્ક કર્યો, પરંતુ ઈરાને તેના આ પ્લાનને પણ નિષ્ફળ બનાવી દીધો. હવે સ્થિતિ એવી છે કે અમેરિકાએ નાટો અને ચીન જેવા દેશો પાસે મદદ માંગવી પડી રહી છે.