Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Even before the war with Iran was over, Trump announced to target one more country! Even before the war with Iran was over, Trump announced to target one more country! ઈરાન સાથે યુદ્ધ પૂરું થાય તે પહેલાં જ ટ્રમ્પે વધુ એક દેશને નિશાન બનાવવાની જાહેરાત કરી!

VIDEO: ઈરાન સાથે યુદ્ધ પત્યા પહેલા જ ટ્રમ્પે વધુ એક દેશને ટાર્ગેટ પર લેવાનું કર્યું એલાન!

Timeછેલ્લું અપડેટ : 06 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલી જંગને લઈને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે હાલમાં અમેરિકાની પ્રથમ પ્રાથમિકતા ઈરાન સાથેના સંઘર્ષને ખતમ કરવાની છે. તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે આ યુદ્ધ સમાપ્ત થયા પછી અમેરિકા પોતાની વિદેશ નીતિનું ધ્યાન ક્યુબા તરફ કેન્દ્રિત કરી શકે છે.

App Store

વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે આ વાત કહી હતી. આ કાર્યક્રમ ફૂટબોલ ક્લબ 'ઈન્ટર મિયામી સીએફ' (Inter Miami CF)ની જીતની ઉજવણી માટે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રમ્પે કહ્યું કે, અત્યારે અમેરિકાનું પૂરું ધ્યાન ઈરાન વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી પર છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "અમે પહેલા આ યુદ્ધને ખતમ કરવા માંગીએ છીએ. પરંતુ ત્યારબાદ વધુ સમય નહીં લાગે જ્યારે અમેરિકાનું ધ્યાન ક્યુબા તરફ જશે." તેમણે એમ પણ કહ્યું કે ક્યુબા અમેરિકા સાથે સમજૂતી કરવા માંગે છે અને ત્યાં રહેતા ઘણા લોકો ભવિષ્યમાં પોતાના દેશ પરત ફરી શકે છે.

નિર્ધારિત સમય પહેલા અમેરિકા-ઈઝરાયેલની જીત

ઈરાન સાથે ચાલી રહેલા જંગને લઈને ટ્રમ્પે ઘણો આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા અને તેના સહયોગી ઈઝરાયેલ મળીને દુશ્મનને ઝડપથી નબળો પાડી રહ્યા છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકન સેના અને ઈઝરાયેલની સેનાએ મળીને યુદ્ધમાં નિર્ધારિત સમય કરતા પહેલા જ મોટી જીત મેળવી લીધી છે.

ટ્રમ્પે કહ્યું કે, ઈરાનની સૈન્ય તાકાતને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમના મતે ઈરાનની વાયુસેના લગભગ ખતમ થઈ ગઈ છે અને તેની એર ડિફેન્સ સિસ્ટમ પણ નબળી પડી ગઈ છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાની નૌકાદળને પણ ભારે નુકસાન થયું છે.

ઈરાનના 24 જહાજો નષ્ટ કર્યા - ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકાએ માત્ર ત્રણ દિવસમાં ઈરાનના 24 જહાજો નષ્ટ કરી દીધા છે. જોકે તેમણે આ સૈન્ય અભિયાનો વિશે વધુ માહિતી આપી નથી અને આ દાવાઓની હજુ સુધી સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે, હવે ઈરાન વાતચીત માટે તૈયાર હોય તેવું જણાય છે. તેમના મતે ઈરાની નેતાઓ હવે અમેરિકા સાથે સમજૂતીની વાત કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન તરફથી સંદેશા આવી રહ્યા છે કે તેઓ યુદ્ધ ખતમ કરવા માટે સમજૂતી કરવા માંગે છે.

ઈરાન ગંભીર પરિણામો ભોગવશે

જોકે ટ્રમ્પે એમ પણ કહ્યું કે, અમેરિકા અત્યારે યુદ્ધ ચાલુ રાખવાના મૂડમાં છે. તેમણે ચેતવણી આપી હતી કે જો સંઘર્ષ ચાલુ રહેશે તો ઈરાનને વધુ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આ દરમિયાન ટ્રમ્પે વૈશ્વિક તેલ બજાર વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે યુદ્ધ છતાં તેલના ભાવ હવે ઘણા અંશે સ્થિર થઈ ગયા છે. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે આ સંઘર્ષને કારણે અમેરિકાએ પોતાની કેટલીક પ્રાથમિકતાઓ બદલવી પડી છે.