Video: મિડટર્મ ચૂંટણી ટ્રમ્પ માટે પ્રતિષ્ઠાનો જંગ

સોર્સ: gstv

અમેરિકામાં આજે મિડટર્મ ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યુ છે. ભારતીય સમય અનુસાર સાંજે સાડા ચાર વાગ્યે મતદાન શરૂ થશે. આ ચૂંટણીઓમાં અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો અને ઉપલા ગૃહ સેનેટની 35 બેઠકો પર મતદાન થશે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના બરાબર બે વર્ષ પછી મિડટર્મ ચૂંટણી યોજાય છે. તેમાં સંસદની બેઠકો અને કેટલાક રાજ્યોમાં ગવર્નરના પદ માટે મતદાન થાય છે. હાલમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે સંસદના બંને ગૃહોમાં બહુમતી છે. જો પાર્ટી આમાંથી કોઈ એક ગૃહમાં પણ બહુમતી ગુમાવશે, તો ટ્રમ્પ માટે પોતાના એજન્ડા સાથે સંબંધિત કાયદા પસાર કરાવવા મુશ્કેલ બની જશે. અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં 4 મોટા મુદ્દાઓ છે..જેમાં ઈરાન યુદ્ધ અને મોંઘવારીનો મોટો મુદ્દો છે. તો ઇમિગ્રેશન અને ગેરકાયદેસર પ્રવાસીઓ પણ એક મુદ્દો છે. ટ્રમ્પે દુનિયાભરના દેશો પર ઝિંકેલા ટેરિફનો મુદ્દો પણ ચૂંટણીમાં છવાયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર અત્યારે અમેરિકાની જનતામાં કેટલો વિશ્વાસ છે તે આ ચૂંટણીના પરિણામ પરથી ખબર પડી જશે..

આ સમાચાર શેર કરો

જાહેરાત