બાંગ્લાદેશના PM તારિક રહેમાન પહોંચ્યા મંદિર, આપ્યા 10 લાખ રૂપિયા, કહ્યું- 'સર્વ ધર્મ...'

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાન દુર્ગા પૂજાના સારા અવસર પર રંગપુરમાં રાધા ગોબિંદ ધર્મસભા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે તમામ ધર્મોને સમાન અધિકાર આપવા પર ભાર મૂક્યો હતો. આ ખાસ તહેવાર નિમિતે તારિક રહેમનાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના અધ્યક્ષ ભવતોષ સરકાર અને મહાસચિવ ખોકોન સરકારે પ્રધાનમંત્રીને સન્માનની રીતે સ્મૃતિ ચિહ્ન ભેંટ આપી હતી. તેના બદલામાં પ્રધાનમંત્રીએ મંદિરને 10 લાખનો ચેક આપ્યો અને હોસ્ટલ બનાવવાનું આશ્વાસન આપ્યું હતું.
બાંગ્લાદેશના વડા પ્રધાને જણાવ્યું હતું કે દેશમાં વસતા હિન્દુઓ, મુસ્લિમો, બૌદ્ધો, ખ્રિસ્તીઓ અને અન્ય ધર્મોના અનુયાયીઓ - સૌને સમાન અધિકારો મળવા જોઈએ. ૧૯૭૧ના મુક્તિ યુદ્ધને યાદ કરતા તારિક રહેમાને નોંધ્યું હતું કે, તે સમયે લોકોએ ધર્મ, વિચારધારા અને સામાજિક ઓળખના મતભેદોથી ઉપર ઊઠીને રાષ્ટ્રની સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો હતો. તેમણે ૨૦૨૪ના વિદ્યાર્થી આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો અને ભારપૂર્વક કહ્યું કે, આ આંદોલનને વિવાદનો વિષય બનાવવાને બદલે ભવિષ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે.





