મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: બ્રાઝિલમાં મોટી દુર્ઘટના થતા સહેજમાં ટળી

સોર્સ: gstv

બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં મોટો અકસ્માત ટળી ગયો છે, જ્યાં ડ્રાઇવર વગરની મોનોરેલ અચાનક એક પોલ સાથે અથડાવાને કારણે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાનો રુંવાડા ઉભા કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે મોનોરેલ ડ્રાઇવર વિના ચાલતી હતી અને સીધી ક્રેન સાથે જઈને ટકરાઈ હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં મુસાફરોનો બચાવ થયો હતો અને કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે જો સમય સૂચકતા ન દાખવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત અને અનેક લોકોના જીવ જોખમમાં મૂકાઈ ગયા હોત. મોનોરેલની ટક્કરને કારણે ક્રેનનો ભાગ રસ્તાની વચ્ચે જ તૂટી પડયો હતો. જેનાથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી સ્થિતિ પર કાબૂ મેળવી શકાય. આ ઘટનાએ ઓટોમેટેડ પરિવહન પ્રણાલીની સુરક્ષા અને તેની તકનીકી ખામીઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, જેની હાલ સત્તાવાર તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો