મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ગાઝામાં વધ્યો રક્તપાત: ઈઝરાયેલી સૈન્ય અને હમાસ વચ્ચે સીધી અથડામણ, 71 પેલેસ્ટિનીઓના મોત 

Israel-Gaza War: ગાઝા પટ્ટીના સૌથી મોટા શહેર ગાઝા સિટી પર ઈઝરાયેલી લશ્કરી કાર્યવાહી ચા

ગાઝામાં વધ્યો રક્તપાત: ઈઝરાયેલી સૈન્ય અને હમાસ વચ્ચે સીધી અથડામણ, 71 પેલેસ્ટિનીઓના મોત 

Israel-Gaza War: ગાઝા પટ્ટીના સૌથી મોટા શહેર ગાઝા સિટી પર ઈઝરાયેલી લશ્કરી કાર્યવાહી ચાલુ છે. ગુરુવારે (28મી ઓગસ્ટ) રાત્રે ગાઝા પર ઈઝરાયેલી બોમ્બમારા દરમિયાન 16 લોકો માર્યા ગયા અને અનેક ઈજાગ્રસ્ત થયા. અત્યાર ગાઝામાં ઈઝરાયેલી હુમલાઓમાં કુલ 71 લોકો માર્યા ગયા છે.

ઈઝરાયેલની સેનાનું ઓપરેશન ચાલુ રહેશે

અહેવાલો અનુસાર, ગાઝાના દક્ષિણ ભાગમાં ખોરાક લેવા માટે રાહત વિતરણ કેન્દ્ર પર પહોંચેલા લોકો પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં ચાર નાગરિકો માર્યા ગયા હતા અને 27 ઈજાગ્રસ્ત થયા હતા. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે જ્યાં સુધી હમાસ અને તેના સંલગ્ન સંગઠનોના માળખાનો ખાતમો ન થાય ત્યાં સુધી તેનું ઓપરેશન ચાલુ રહેશે.

ગાઝામાં કુપોષણને કારણે 317 લોકોના મોત

ઓક્ટોબર 2023થી ગાઝામાં ચાલી રહેલી આ કાર્યવાહીમાં 62 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે. આ સાથે ખાદ્ય પુરવઠા પર પ્રતિબંધોને કારણે ભૂખમરા અને કુપોષણને કારણે 317 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં 121 બાળકોનો સમાવેશ થાય છે.

ઈઝરાયેલનું મોટા પાયે ઓપરેશન શરૂ

ઈઝરાયેલે ગાઝા શહેરમાં મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે.  તાજેતરમાં જ સેનાના ટેન્કો શહેરની હદમાં પ્રવેશ્યા અને તોપમારો શરૂ કર્યો અને ખાલી ઘરો તોડી પાડ્યા. ઘણી જગ્યાએ હમાસના લડાકુઓ અને ઈઝરાયેલી સૈનિકો વચ્ચે યુદ્ધ થયું હતું. અહેવાલ અનુસાર, ઈઝરાયેલના ગિવાટી બ્રિગેડે હમાસના લડાકુઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેમના ઘણાં હથિયારના ડેપોનો નાશ કરવામાં આવ્યો છે.

અગાઉ ઈઝરાયેલે ગાઝામાં હોસ્પિટલ પર બે મિસાઈલ ઝિંકી હતી

અગાઉ ઈઝરાયેલે ગાઝામાં ફરી ભયાનક હુમલો કર્યો હતો. ઈઝરાયેલી સેનાએ ગાઝાની નાસર હોસ્પિટલ પર બે મિસાઈલો ઝિંકી હતી, જેમાં ચાર પત્રકાર સહિત 19 લોકોના મોત થયા છે. આ મામલે હજુ સુધી ઈઝરાયેલી સેના અને વડાપ્રધાન કાર્યાલય તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

આ સમાચાર શેર કરો