મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનમાં મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદીનું મૃત્યુ, ફ્લાઈટને હાઈજેક કરવાનો હતો આરોપી 

દલ ખાલસાના સ્થાપક અને 1981માં જરનૈલ સિંહ ભિંડરાનવાલેની ધરપકડના વિરોધમાં પ્લેન હા

પાકિસ્તાનમાં મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદીનું મૃત્યુ, ફ્લાઈટને હાઈજેક કરવાનો હતો આરોપી 

દલ ખાલસાના સ્થાપક અને 1981માં જરનૈલ સિંહ ભિંડરાનવાલેની ધરપકડના વિરોધમાં પ્લેન હાઇજેક કરવાના આરોપી ગજિન્દર સિંહનું પાકિસ્તાનમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ ખાલિસ્તાન તરફી નેતા ગજિન્દર સિંહ હ્રદયની બીમારીથી પીડિત હતા અને લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. અલગાવવાદીઓએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.

ભારતીય સુરક્ષા એજન્સીઓ 1996થી ગજિન્દર સિંહને શોધવામાં વ્યસ્ત હતી, ત્યારબાદ તે જર્મની ભાગી ગયો હતો. ભારતે વાંધો ઉઠાવ્યા બાદ તેમને જર્મનીમાં પ્રવેશ નકારવામાં આવ્યો હતો. આ પછી તે પાકિસ્તાન આવ્યો હતો.

2021 માં પાકિસ્તાનમાં હોવાની થઇ હતી પુષ્ટિ 

એક અલગતાવાદીએ વર્ષ 2021માં ગજિન્દર સિંહનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ પોસ્ટ બાદ જ તેની પાકિસ્તાનમાં હાજરીની પુષ્ટિ થઈ હતી. આ પોસ્ટ પછી ખબર પડી કે તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હસલ અબ્દાલ સ્થિત ગુરુદ્વારા પંજાબ સાહિબમાં હાજર છે.

મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો

2020માં ગજિન્દર સિંહને મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. 29 સપ્ટેમ્બર 1981ના રોજ ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન હાઈજેક કરનારાઓમાં ગજિન્દર પણ સામેલ હતો. આ ફ્લાઈટ દિલ્હીથી અમૃતસર આવી રહી હતી. આ ફ્લાઈટને લાહોરમાં લેન્ડ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ પછી, આતંકવાદીઓએ જરનૈલ સિંહ ભિંડરાનવાલે અને અન્ય ઉગ્રવાદીઓની મુક્તિ સાથે ભારત સરકાર પાસેથી 5 લાખ યુએસ ડોલરની માંગણી કરી હતી.

દલ ખાલસાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'ગજિન્દર સિંહના અંતિમ સંસ્કાર 4 જુલાઈની સાંજે નનકાના સાહિબના સ્મશાનભૂમિમાં તેમની પુત્રી બિક્રમજીત કૌરની હાજરીમાં કરવામાં આવ્યા હતા, જે યુનાઈટેડ કિંગડમ (યુકે)થી આવી હતી.'

આ સમાચાર શેર કરો