મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઇરાનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા સર્જાઇ મોટી દૂર્ઘટના, મીથેન ગેસ લીક થતા 30 લોકોના મોત

ઇરાનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા 30 લોકોના મોત થયા છે. પૂર્વ ઇરાનમાં એક કોલસાન

ઇરાનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા સર્જાઇ મોટી દૂર્ઘટના, મીથેન ગેસ લીક થતા 30 લોકોના મોત

ઇરાનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા 30 લોકોના મોત થયા છે. પૂર્વ ઇરાનમાં એક કોલસાની ખાણમાં મીથેન ગેસ લીક થતા વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 

ન્યૂઝ એજન્સી અનુસાર, ઇરાનના પાટનગર તેહરાનથી 335 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વમાં તબાસમાં એક કોલસાની ખાણમાં મોટી દૂર્ઘટના સર્જાઇ હતી જેમાં 30 લોકો માર્યા ગયા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું કે ફાયરના કર્મીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. દૂર્ઘટના સમયે કોલસાની ખાણમાં 70 લોકો કામ કરતા હોવાનું જાણવા મળે છે.

2017માં ઇરાનમાં માર્યા ગયા હતા 42 લોકો

ઇરાનની માઇનિંગ ઇન્ડસ્ટ્રીમાં આ વિસ્ફોટ પ્રથમ વખત થયો નથી. 2017માં એક કોલસાની ખાણમાં વિસ્ફોટમાં 42 લોકો માર્યા ગયા હતા. 2013માં બે અલગ અલગ ખાણની ઘટનામાં 11 શ્રમિક માર્યા ગયા હતા. 2009માં કેટલીક ઘટનામાં 20 મજૂર માર્યા ગયા હતા.

તેલ-ઉત્પાદક ઈરાન વાર્ષિક આશરે 3.5 મિલિયન ટન કોલસાનો વપરાશ કરે છે પરંતુ દર વર્ષે માત્ર 1.8 મિલિયન ટન જ કોલસો કાઢે છે. બાકીનું આયાત કરવામાં આવે છે જેનો અવાર નવાર દેશની સ્ટીલ મિલોમાં ઉપયોગ કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો