VIDEO: સંસદમાં છૂટા હાથની મારામારી, એકબીજાને ઉંચકીને ફેંક્યા
કોઈપણ દેશની સંસદમાં બબાલ થવી એ સામાન્ય વાત બની ગઈ છે. એકબીજા પર આક્ષેપો અને નારેબાજી થતી હોય છે. પરંતુ હાથાપાઈ તો ભાગ્યે જ જોવા

કોઈપણ દેશની સંસદમાં બબાલ થવી એ સામાન્ય વાત બની ગઈ છે. એકબીજા પર આક્ષેપો અને નારેબાજી થતી હોય છે. પરંતુ હાથાપાઈ તો ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ તાઈવાનની સંસદમાં કંઈક એવું બન્યું જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. શુક્રવારે તાઈવાનની સંસદમાં મારામારીના દૃશ્યો ભજવાયા હતા. સંસદમાં કોઈ કાયદાના સુધારા બાબતે તીખી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન સાંસદો વચ્ચે ભારે મારામારી થઈ હતી.
તાઈવાનની સંસદમાં ચર્ચા દરમિયાન સાંસદોએ છુટ્ટા હાથની મારામારી અને લાતો મારી હતી. હવે આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, સાંસદો વચ્ચે ઝપાઝપી ત્યારે થઈ જ્યારે સંસદમાં સરકારની કાર્યવાહી પર નજર રાખવા માટે સાંસદોને વધુ સત્તા આપવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની હતી.
https://x.com/AJEnglish/status/1791529113502576691
સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો
સોશિયલ મીડિયા પરના એક વીડિયોમાં સાંસદો ફાઇલો ઝૂંટવીને સંસદની બહાર ભાગતા જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં કેટલાક સાંસદો સ્પીકરની સીટને ઘેરી લીધેલા જોવા મળે છે. કેટલાક સાંસદો ટેબલ પર કૂદતા જોઈ શકાય છે અને એકબીજાને ખેંચીને પછાડવાના પ્રયાસો કરી રહ્યા છે. અહેવાલો અનુસાર લડાઈ બપોર સુધી ચાલુ રહી હતી.
સંસદમાં બબાલ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તે સોમવારે વિધાનસભ્ય બહુમતી વિના કાર્યભાર સંભાળ્યાના થોડા દિવસો પહેલા થઈ છે. અલ જઝીરાના એક વિડિયોમાં એક સાંસદ અન્યને ચોંટતા અને પાછા હેઠા પડતા દેખાઈ રહ્યા છે. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીપીપી) અને કુઓમિન્ટાંગ (કેએમટી) એક નવા કાયદાને લઈને વિવાદમાં છે જે સંસદમાં ખોટા નિવેદનો કરનારા અધિકારીઓને ગુનેગાર બનાવી દેશે.






