મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'8 વર્ષ સુધી મારી સાથે ઓરલ સેક્સ અને....', ChatGPT નિર્માતા સેમ ઓલ્ટમેન પર સગી બહેને લગાવ્યો આરોપ

ChatGPT OpenAIના CEO સેમ ઓલ્ટમેનની બહેન એની ઓલ્ટમેને તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો

'8 વર્ષ સુધી મારી સાથે ઓરલ સેક્સ અને....', ChatGPT નિર્માતા સેમ ઓલ્ટમેન પર સગી બહેને લગાવ્યો આરોપ

ChatGPT OpenAIના CEO સેમ ઓલ્ટમેનની બહેન એની ઓલ્ટમેને તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. બહેને સેમ ઓલ્ટમેન સામે કેસ દાખલ કરતા આરોપ લગાવ્યો છે કે, તેનો ભાઈ સેમ ઓલ્ટમેન તેની સાથે રેપ કરતો હતો, આ ઘટનાક્રમ 1997થી લઈને વર્ષ 2006 સુધી સતત ચાલ્યો હતો. જોકે સેમ ઓલ્ટમેને તમામ આરોપોને ફગાવી દીધા છે.

આ પણ વાંચોઃ 'ગ્રીનલેન્ડ- પનામા લેવા જરૂર પડ્યે સેનાનો ઉપયોગ કરીશું', શપથ ગ્રહણ પહેલાં જ ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ

એન ઓલ્ટમેને યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપ લગાવ્યો કે, ઓપનએઆઈના સીઈઓ જ્યારે 12 વર્ષના હતા અને તેણી 3 વર્ષની હતી. ત્યારે સેમ ઓલ્ટમેને તેની બહેન પર બળાત્કાર કરવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સેમ ઓલ્ટમેન અઠવાડિયામાં ઘણી વખત તેની બહેન પર બળાત્કાર કરતો હતો. આમાં ઓરલ સેક્સ અને પેનિટ્રેશનનો પણ સમાવેશ થાય છે. સીએનબીસીના રિપોર્ટમાંથી આ માહિતી મળી છે.

આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

એની ઓલ્ટમેને કરેલા ગંભીર આરોપો બાદ સેમ ઓલ્ટમેને પોતાનો પક્ષ રજૂ કરતા આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા સેમ ઓલ્ટમેને કહ્યું કે તેની બહેન દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપો પાયાવિહોણા છે.

શારીરિક અને માનસિક ત્રાસ

સેમ ઓલ્ટમેન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, આવું થવાને કારણે એની ઓલ્ટમેનને ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ડિપ્રેશન, માનસિક તણાવ અને ભાવનાત્મક તણાવનો સમાવેશ થાય છે. એની ઓલ્ટમેન ઇચ્છે છે કે, કોર્ટની જ્યુરી સેમ ઓલ્ટમેન સામે ટ્રાયલ શરૂ કરે અને વળતર તરીકે 75 હજાર યુએસ ડોલર આપે. જો આપણે તેને ભારતીય ચલણમાં ફેરવીએ તો આ રકમ 64 લાખ રૂપિયા થઈ જાય છે. 

જો કે સેમ ઓલ્ટમેને આ તમામ આરોપોને ફગાવી દીધા છે. સેમ ઓલ્ટમેન અને તેના પરિવાર તરફથી કહેવાયું કે, એની ઓલ્ટમેન માનસિક સ્વાસ્થ્ય સંબંધિત પડકારોનો સામનો કરી રહી છે. CEO વતી જણાવવામાં આવ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર હંમેશા તેમને માસિક આર્થિક મદદ કરે છે.

આ સમાચાર શેર કરો