મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ગજબ! સીઝફાયર તૂટવાની અણી પર છે અને પાકિસ્તાનીઓે શહબાઝ-મુનીર માટે ‘નોબેલ’ માંગી લીધો!

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ (Ceasfire) ની જાહેરાત શું થઈ, પ

ગજબ! સીઝફાયર તૂટવાની અણી પર છે અને પાકિસ્તાનીઓે શહબાઝ-મુનીર માટે ‘નોબેલ’ માંગી લીધો!
આ સમાચાર સાંભળો

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ (Ceasfire) ની જાહેરાત શું થઈ, પાકિસ્તાનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આ ખુશી હવે હાસ્યાસ્પદ વળાંક લઈ રહી છે. પાકિસ્તાની મીડિયા અને ટીવી ચેનલો પર હવે એવી માંગ ઉઠી રહી છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ આસિમ મુનીરને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ!

પાકિસ્તાની મીડિયામાં જોરશોરથી ચર્ચા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે પાકિસ્તાની નેતૃત્વની અપીલ પર તેમણે 15 દિવસ માટે ઈરાન પરના હુમલા રોકવાનો નિર્ણય લીધો છે. બસ, આટલી વાત સાંભળતા જ પાકિસ્તાની ન્યૂઝ ચેનલો પર ડિબેટ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાની ચેનલ પર એક પેનલિસ્ટે તો ત્યાં સુધી કહી દીધું કે, "દુનિયામાં જો કોઈ નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી યોગ્ય ઉમેદવાર હોય તો તે શહબાઝ શરીફ અને આસિમ મુનીર છે."

ડિપ્લોમેટિક જીત ગણાવવાનો પ્રયાસ

પાકિસ્તાની વિશ્લેષકો આ સીઝફાયરને પાકિસ્તાનની મોટી રાજદ્વારી (Diplomatic) જીત ગણાવી રહ્યા છે. પેનલિસ્ટે દુનિયાભરના નેતાઓને અપીલ કરી છે કે તેઓ આ બંનેના નામ નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ માંગ એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે સીઝફાયરના 24 કલાકમાં જ તેનું ઉલ્લંઘન થવાના અહેવાલો આવી રહ્યા છે.

હકીકત કંઈક અલગ છે

એક તરફ પાકિસ્તાની મીડિયા શેખી બઘારી રહ્યું છે, તો બીજી તરફ હકીકત એ છે કે: સીઝફાયરની જાહેરાતના બીજા જ દિવસે ટ્રમ્પે કહ્યું કે તેમની સેનાઓ તૈયાર છે. 24  કલાકમાં જ શરતોના ઉલ્લંઘનને કારણે સીઝફાયર તૂટવાની અણી પર છે. પાકિસ્તાન જે શરતોનો દાવો કરી રહ્યું હતું, તેને અમેરિકાએ પહેલેથી જ નકારી દીધી છે.

પાકિસ્તાનનો થયો 'પોપટ'

ઇસ્લામાબાદમાં શુક્રવારે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો થવાની છે, પરંતુ જે રીતે લેબેનોનમાં બોમ્બમારો ચાલુ છે અને ઈરાને શરતોના ભંગનો આરોપ લગાવ્યો છે, તેનાથી પાકિસ્તાની નેતૃત્વની મધ્યસ્થી સામે સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર પણ પાકિસ્તાનીઓની આ નોબેલ પુરસ્કારની માંગ પર લોકો ભારે મજાક ઉડાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો