Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : US-Iran ceasefire in danger: Iran is red-faced after violating 3 conditions in 24 hours,

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ જોખમમાં: 24 કલાકમાં જ 3 શરતોના ઉલ્લંઘનથી ઈરાન લાલચોળ, શું ફરી શરૂ થશે યુદ્ધ?

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ જોખમમાં: 24 કલાકમાં જ 3 શરતોના ઉલ્લંઘનથી ઈરાન લાલચોળ, શું ફરી શરૂ થશે યુદ્ધ?
સોર્સ : ai

US Iran Ceasefire Deal on Brink of collapse: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલું સીઝફાયર(યુદ્ધવિરામ) 24 કલાકની અંદર જ તૂટવાની અણી પર આવી ગયું છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે આ ડીલની 10 મુખ્ય શરતોમાંથી 3 શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઈસ્લામાબાદમાં કાયમી શાંતિ માટેની વાતચીત શરૂ થાય તે પહેલા જ આ કરાર જોખમમાં મુકાઈ ગયો છે. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબફે સ્પષ્ટ કર્યું છે કે, જો શરતોનું પાલન ન થતું હોય તો હવે આ સીઝફાયર કે વાતચીતનો કોઈ અર્થ રહેતો નથી.

App Store

તમામ વિસ્તારોમાં યુદ્ધવિરામના દાવા પોકળ સાબિત થયા

ઈરાનના જણાવ્યા અનુસાર, સૌથી પહેલું ઉલ્લંઘન લેબેનોનમાં જોવા મળ્યું છે. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે ખાતરી આપી હતી કે લેબેનોન સહિત તમામ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ લાગુ થશે, પરંતુ ઈઝરાયલ દ્વારા લેબેનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બમારો શરૂ કરવામાં આવ્યો છે. બીજી શરત મુજબ ઈરાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન ન કરવાની ખાતરી અપાઈ હતી, તેમ છતાં એક ઘૂસણખોર ડ્રોન ઈરાનના ફાર્સ પ્રાંતમાં પ્રવેશ્યું હતું, જેને સુરક્ષા દળોએ તોડી પાડ્યું હતું.

શરતો તૂટતા સીઝફાયર પર લટકતી તલવાર

આ ઉપરાંત, ત્રીજો મોટો વિવાદ ઈરાનના યુરેનિયમ સંવર્ધન (એનરિચમેન્ટ)ના અધિકારને લઈને ઊભો થયો છે. કરારની છઠ્ઠી શરત મુજબ ઈરાન પાસે આ અધિકાર હતો, પરંતુ હવે તેને નકારવામાં આવી રહ્યો છે. ઈરાની સંસદના અધ્યક્ષે ગંભીરતા નોંધાવતા કહ્યું છે કે, જે પાયા પર વાટાઘાટો થવાની હતી તેને જ ખુલ્લેઆમ તોડી નાખવામાં આવી છે. આવી સ્થિતિમાં દ્વિપક્ષીય યુદ્ધવિરામ જાળવી રાખવો કે આગળ વાતચીત કરવી હવે ઉચિત જણાતું નથી.