મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: હુથી વિદ્રોહીઓને 1 અબજ ડૉલરની ઓફર

સોર્સ: gstv

સાઉદી અરેબિયા હુથી બળવાખોરો સામે ઘૂંટણીયે પડયુ છે. સાઉદીએ સતત થઈ રહેલા હુમલાઓ અટકાવવા સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી છે અને ૧ અબજ ડૉલરની ખંડણી આપવાનો નિર્ણય કર્યો છે. સાઉદી અરેબિયાના રક્ષા મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાને હૂતીઓ સાથે યુદ્ધ વિરામ માટે ઈરાનની મુલાકાત લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાં ૧ અબજ ડૉલરનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ કૂટનીતિક પ્રયાસ ખાડી ક્ષેત્રમાં જારી તણાવને ઓછો કરવા અને સાઉદી તેલ સુવિધાઓ પરના હુમલાઓને અટકાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે. સાઉદી અરેબિયામાં હૂતી હુમલાઓ ઘણા દિવસોથી ચાલુ છે. ખાડી ક્ષેત્રના રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયાના રક્ષા મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાને હૂતીઓ સાથે યુદ્ધવિરામ પર વાતચીત કરવા માટે અચાનક ઈરાનની મુલાકાત લીધી. આ વાતચીતનો મુખ્ય હેતુ જ હૂતીઓના હુમલાઓને રોકવાનો છે. સૂત્રોનો દાવો છે કે આ સમજૂતી હેઠળ સાઉદી અરેબિયા ઈરાન દ્વારા હૂતીઓને ૧ અબજ ડૉલરની ઓફર આપશે.

આ સમાચાર શેર કરો