મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Bangladesh News: કપડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 9થી વધુ લોકોના મોતના અહેવાલ

બાંગ્લાદેશથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશની એક કપડાની

Bangladesh News: કપડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 9થી વધુ લોકોના મોતના અહેવાલ

બાંગ્લાદેશથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશની એક કપડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 9થી વધુ લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. હાલ આગ બુઝવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફાયર ફાઇટરની ટીમ આગને બુઝવવા કામે લાગી છે.

બાંગ્લાદેશી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ રેડીમેડ કપડાની ફેક્ટરીના ચોથા માળે લાગી હતી. અગ્નિશામક દળ આગ ઓલવવાના પ્રયાસોમાં સક્રિય રીતે રોકાયેલા છે. આ આગનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી, અને હજી મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. 

આ હોઈ શકે મોતનું કારણ

આ આગ એટલી ભયંકર છે કે તેને બુઝાવવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે. અધિકારીઓ આગનું કારણ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને થયેલા નુકસાનનું પણ મૂલ્યાંકન કરી રહ્યા છે. જો કે, ઝેરી ગેસને કારણે આ 9 વધુ લોકોના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો