VIDEO/ Donald Trumpની દીકરી Ivanka ની હત્યાનું મોટું કાવતરું નિષ્ફળ: IRGC ટ્રેન્ડ આતંકી ઝડપાયો
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpની મોટી દીકરી Ivanka Trumpની હત્યાની ભયાનક સાજિશનો ખુલાસો થયો છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓએ ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલા અને ટ્રેનિંગ લીધેલા એક આતંકીની ધરપકડ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપી ઇરાકનો નાગરિક છે અને તેની ઓળખ 32 વર્ષીય મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાદી તરીકે થઈ છે. તપાસ દરમિયાન ખુલ્યું કે તે Ivanka Trumpની હત્યા કરીને ઈરાનના ટોચના કમાન્ડર Qasem Soleimaniના મોતનો બદલો લેવા માગતો હતો.
સુલેમાનીના મોત બાદ બદલો લેવાની યોજના
વર્ષ 2020માં બગદાદમાં અમેરિકી ડ્રોન હુમલામાં Qasem Soleimani માર્યો ગયો હતો. આ ઓપરેશનનો આદેશ ત્યારના અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trumpએ જ આપ્યો હતો.
રિપોર્ટ અનુસાર અલ-સાદી સુલેમાનીને પોતાનો “ગુરુ” માનતો હતો અને ત્યારથી જ ટ્રમ્પ પરિવાર સામે બદલો લેવા માટે પ્લાનિંગ કરી રહ્યો હતો.
ફ્લોરિડાના ઘરની રેકી પણ કરી
તપાસ એજન્સીઓને આરોપી પાસેથી ફ્લોરિડામાં આવેલા Ivanka Trumpના લક્ઝરી ઘરની બ્લૂપ્રિન્ટ (Blueprint) પણ મળી છે. સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે આરોપી લાંબા સમયથી ઘરની રેકી (Reconnaissance) કરી રહ્યો હતો.
“ઇવાંકા ટ્રમ્પને મારવી પડશે”
વોશિંગ્ટનમાં ઈરાકી દૂતાવાસના પૂર્વ ડેપ્યુટી મિલિટરી અટાશે (Deputy Military Attaché) એંતિફાધ કંબરે જણાવ્યું કે સુલેમાનીના મોત બાદ અલ-સાદી ખુલ્લેઆમ કહેતો હતો કે “અમારે Ivanka Trumpને મારવી પડશે.”
તે ટ્રમ્પ પરિવારને નિશાન બનાવી આખા પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકીઓ પણ આપતો હતો.
અમેરિકી એજન્સીઓ એલર્ટ મોડમાં
આ ઘટનાના ખુલાસા બાદ અમેરિકાની સુરક્ષા એજન્સીઓ (Security Agencies) હાઈ એલર્ટ પર છે. ટ્રમ્પ પરિવારની સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકન તપાસ એજન્સીઓ હવે આ સાજિશ પાછળ અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્ક જોડાયેલું છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.

