નેપાળમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત લાવવા એર ઇન્ડિયા-ઇન્ડિગો મોકલશે સ્પેશ્યલ ફ્લાઇટ
નેપાળમાં ફાટી નિકળેલા હિંસક દેખાવો બાદ 9 સપ્ટેમ્બરે બંધ કરાયેલું કાઠમંડુનું ત

નેપાળમાં ફાટી નિકળેલા હિંસક દેખાવો બાદ 9 સપ્ટેમ્બરે બંધ કરાયેલું કાઠમંડુનું ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે (10 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યે ફરી કાર્યરત થયું છે. જે બાદ એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ તેમની ફ્લાઇટ્સ નેપાળ મોકલવાની તૈયારી કરી રહી છે, જેથી નેપાળમાં રહેતા ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવી શકાય.
એર ઇન્ડિયા-ઇન્ડિગો નેપાળ મોકલશે ફ્લાઇટ
કાઠમંડુ એરપોર્ટ ફરી કાર્યરત થતાં એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ આજે (10 સપ્ટેમ્બર) રાત્રે સ્પેશિયલ ફ્લાઇટ મોકલશે. આ ફ્લાઇટ આજે રાત્રે જ નેપાળમાંથી ભારતીયોને પરત લઇને દિલ્હી પરત ફરશે. જે પછી નેપાળ એરપોર્ટ કાર્યરત રહેતા અન્ય ફ્લાઇટ્સ પણ મોકલવામાં આવશે.
નેપાળમાં અટવાયા ભારતીયો
સમગ્ર નેપાળમાં અચાનક ફાટી નીકળેલા હિંસક દેખાવોના પગલે 9 સપ્ટેમ્બરે કાઠમંડુ એરપોર્ટ અચાનક બંધ કરાતા હજારો ભારતીય પ્રવાસીઓ નેપાળમાં ફંસાઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાઇરલ કેટલાક વીડિયોમાં ભારતીયો નેપાળથી નીકળીને ફરી ભારત આવવા માટે અપીલ કરી રહ્યા હતા. હવે કાઠમંડુ એરપોર્ટ ફરી કાર્યરત થતા નેપાળમાં અટવાયેલા ભારતીયોને વહેલી તકે ભારત પરત લાવવામાં આવશે.






