Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : A major plane crash was avoided at Sydney Airport! Jetstar and Qatar Airways planes face-to-face, accident avoided by emergency brake

સિડની એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી! Jetstar અને Qatar Airwaysના વિમાન આમને-સામને, ઈમરજન્સી બ્રેકથી બચ્યો અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સિડની એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી! Jetstar અને Qatar Airwaysના વિમાન આમને-સામને, ઈમરજન્સી બ્રેકથી બચ્યો અકસ્માત
સોર્સ : gstv

સિડની ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર રવિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થતાં થતાં રહી ગઈ. ટેકઓફની તૈયારી કરી રહેલા જેટસ્ટારની એરબસ A320 અને કતર એરવેઝનું બોઇંગ 777 વિમાન અચાનક એકબીજાની અત્યંત નજીક આવી ગયા હતા. જોકે, ટક્કરની સ્થિતિ ઊભી થતાં જેટસ્ટારના પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી દીધી હતી, જેનાથી 100થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

App Store

ક્રૂ મેમ્બર ઈજાગ્રસ્ત, મુસાફરો સુરક્ષિત

આ ઘટના સવારે લગભગ 7 વાગ્યે બની હતી, જ્યારે જેટસ્ટારની ફ્લાઇટ JQ 402 ગોલ્ડ કોસ્ટ માટે ઉડાન ભરવા ટેક્સીવે પર આગળ વધી રહી હતી. તે જ સમયે કતર એરવેઝના વિમાનને ટગ એટલે કે વિમાનને ખેંચવા વાળા વાહન દ્વારા ક્રોસિંગ ટેક્સીવે પરથી લઈ જવામાં આવી રહ્યું હતું. અચાનક બ્રેક લાગવાના કારણે પ્લેનમાં ઝટકો લાગ્યો હતો, જેના લીધે જેટસ્ટારના કેબિન ક્રૂનો એક સભ્ય ઈજાગ્રસ્ત થયો હતો, જેને તબીબી સારવાર આપવી પડી હતી. રાહતની વાત એ હતી કે, કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી નથી.

તપાસ શરૂ અને સુરક્ષા પર સવાલો

ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરો (ATSB) અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC)એ આ ગંભીર બેદરકારીની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસ અનુસાર કતર એરવેઝના પ્લેનને ખેંચનારા ટગ ઓપરેટરથી ATCના નિર્દેશોનું પાલન કરવામાં ચૂક થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના બાદ આ ફ્લાઈટ રદ કરીને તમામ મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા રવાના કરવામાં આવ્યા હતા.

ટોપિક્સ:GSTV NewsGujarati News