Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Drone show in Sydney fails; 90 drones suddenly fall from the sky

VIDEO: Tech News / સિડનીમાં ડ્રોન શો થયો ફેલ; હવામાંથી અચાનક નીચે પડવા લાગ્યા 90 જેટલા ડ્રોન

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દુનિયાના અલગ-અલગ દેશોમાં ડ્રોન શો ખૂબ જ પોપ્યુલર (લોકપ્રિય) થઈ રહ્યા છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ આવો જ એક ડ્રોન શો અચાનક એક અકસ્માતમાં બદલાઈ ગયો. ડઝનબંધ ડ્રોન અચાનક ફેલ થઈને નીચે પડવા લાગ્યા, જેના કારણે આયોજકોએ કાર્યક્રમ રોકી દેવો પડ્યો હતો.

App Store

આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે જ્યારે ડ્રોન શો ચાલી રહ્યો હતો અને મોટાભાગના લોકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા, બરાબર ત્યારે જ આ શો એક અકસ્માતમાં ફેરવાઈ ગયો અને ઘણા બધા ડ્રોન બેકાબૂ થઈને જમીન પર પડવા લાગ્યા.

સિડની ફેસ્ટિવલમાં ડ્રોન શોનું આયોજન કરનારી કંપનીએ જણાવ્યું છે કે સોમવારે રાત્રે ડ્રોન શો દરમિયાન લગભગ 90 ડ્રોન બેકાબૂ થઈને જમીન પર જઈ પડ્યા, જો કે આમાં કોઈને કોઈ નુકસાન થયું નથી.

આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરો (ATSB) એ આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. જો કે, બ્રિટનની કંપની 'સ્કાયમેજિક' એ આ અકસ્માત માટે રેડિયો ઇન્ટરફેરન્સ (રેડિયો સિગ્નલમાં ખલેલ) ને જવાબદાર ગણાવ્યું છે.

ડ્રોન શોની લોકપ્રિયતા વધવાની સાથે અકસ્માતો પણ વધ્યા

ડ્રોન શોની પોપ્યુલારિટી વધવાની સાથે જ ડ્રોન શો દરમિયાન થતા અકસ્માતો પણ વધી રહ્યા છે. 2023 માં મેલબોર્નના ડોકલેન્ડ્સ સ્થિત વિક્ટોરિયા હાર્બરમાં 400 થી વધુ ડ્રોન નીચે ખાબક્યા હતા. 

2024 માં અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એક ડ્રોન શો દરમિયાન એક ડ્રોન બેકાબૂ થઈ ગયું હતું. ત્યારબાદ તે ડ્રોન એક છોકરાના ચહેરા સાથે અથડાયું હતું.

2025 માં મીડિયા અહેવાલોમાં જાહેર કરાયેલા વીડિયો ફૂટેજમાં દેખાડવામાં આવ્યું હતું કે હો ચી મિન્હ સિટીમાં દર્શકો પર ડ્રોન બેકાબૂ થઈને નીચે ખાબક્યા હતા.

સિડનીના હાર્બર પર ઉડી રહેલા 1,000 ચમકતા ડ્રોનમાંથી 83 ડ્રોન નજીકમાં આવેલા પાણીમાં જઈ પડ્યા. હવે આ ડ્રોનને પાણીમાંથી બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે જેથી તેની લિથિયમ આયન બેટરીથી થતા પ્રદૂષણને ઓછું કરી શકાય. એક બ્રિજ પર અને છ ડ્રોન બોર્ડવોક પર પડ્યા. કંપનીના અધિકારીએ જણાવ્યું છે કે કોઈ પણ ડ્રોન સેફ્ટી ઝોનને પાર કરીને પડ્યું નથી. આ કારણે જ કોઈને કોઈ નુકસાન થયું નથી.