ઈજીપ્તમાં તેલ ભરેલા ટેન્કરમાં અકસ્માત બાદ થયો મોટો બ્લાસ્ટ; 30 લોકોનાં મોત

ઈજીપ્તમાં તેલ ભરેલા ટેન્કરમાં અકસ્માત બાદ થયો મોટો બ્લાસ્ટ; 30 લોકોનાં મોત
તસવીર: Google
આ સમાચાર સાંભળો

ઈજીપ્તના વિશ્વ વિખ્યાત ગીઝા પિરામીડના ગીઝા પ્રાંતના મુખ્ય શહેર ગીઝામાં તેલ ભરેલો ટ્રક રોડ પરનાં ડીવાઈડર સાથે અથડાઈ પલ્ટી ખાઈ જતાં ટ્રક આગના ગોળામાં પલટાઈ ગયો હતો અને રસ્તા ઉપર પથરાયેલું તેલ પણ સળગી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અગ્નિકાંડ ફેલાઈ રહ્યો હતો. આથી રોડની બંને બાજુએ રહેલા મકાનો સુધી આગની જ્વાળાઓ લપકી હતી. આ અગનજ્વાળાઓને લીધે ૩૦નાં મૃત્યુ થયાં હતાં. ૧૫થી વધુને ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાયા હતા.

ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા

અકસ્માતની જાણ થતાં અને અગનજ્વાળાઓ નજરે જોનારાએ કહ્યું હતું કે, ટેન્કરનો ડ્રાઇવર બેધ્યાન રહ્યો હશે તેથી જ આ ઘટના બની હશે. ડ્રાઇવર કે તેનો સાથી પણ અગનજવાળાને લીધે મૃત્યુ પામ્યો હતો. ઘટનાનો વિડીયો ફૂટેજ દર્શાવે છે કે ગાઢ-વસ્તીવાળા અલ-બાર્રાક વિસ્તારમાં આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા.

મૃતકોની સંખ્યા વધવાની આશંકા

આ દુર્ઘટના અંગે ઈજીપ્તનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રાથમિક આંકડા પ્રમાણે મૃતકોની સંખ્યા ૩૦ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ વાસ્તવમાં તે સંખ્યા વધવાની પૂરી આશંકા છે. મૃતદેહ એટલી બધી દાઝેલી હાલતમાં છે કે તેમને ઓળખવા મુશ્કેલ છે. તે માટે તેમનું ડીએનએ પરીક્ષણ કરવામાં આવશે.



 

આ સમાચાર શેર કરો

જાહેરાત