Video: ઈજીપ્તમાં ભયાનક ટ્રેન અકસ્માત, 7 લોકોના મોત

સોર્સ: gstv

કેરો પાસે બે ટ્રેન અથડાતાં ૭ના મૃત્યુ થયા હતાં. જયારે ૧૨૫થી વધુ ઘાયલ થયા હતા. મૃતકોમાં પામેલાઓમાં ટ્રેનનો ગાર્ડ પણ સામેલ છે. પણ સમાવિષ્ટ હતો. ઈજીપ્તનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઘાયલો પૈકી ૭૦ને તો પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગીઝા પ્રાંતના કફર ગિર્ઝા શહેર પાસે એક ટ્રેક ઉપર ઉભેલી ટ્રેનના પાછળના ભાગ સાથે પાછળથી આવતી ટ્રેન અથડાતાં આ ગમખ્વાર ઘટના બની હતી. અકસ્માત થતાં જ આજુબાજુ રહેલા લોકો ટ્રેન પાસે પહોંચી ગયા હતા અને ઘયાલો તથા મૃતકોને બહાર કાઢ્યાં હતા. ઇજીપ્તવાસીઓની ફરિયાદ છે કે ટ્રેન અકસ્માતો દેશમાં વારંવાર થતા જ રહે છે. જેની પાછળ ગેરવ્યવસ્થા સહિત જૂનવાણી વ્યવસ્થા જવાબદાર છે. જેનું આધુનિકીકરણ જ થતું નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત