અમેરિકા જવા માટે જીવને જોખમમાં મુકી રહ્યાં છે ગુજરાતીઓ, નવો ડંકી રૂટ પણ શોધી લીધો
અમેરિકન કસ્ટમ અને બૉર્ડર સિક્યુરિટી ડેટા અનુસાર, 1 ઓક્ટોબર 2023થી 30 સપ્ટેમ્બર 2024 સુધી મેક્સિકો અન

અમેરિકન કસ્ટમ અને બૉર્ડર સિક્યુરિટી ડેટા અનુસાર, 1 ઓક્ટોબર 2023થી 30 સપ્ટેમ્બર 2024 સુધી મેક્સિકો અને કેનેડાના રસ્તે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશના પ્રયાસમાં પકડાયેલા 29 લાખ લોકોમાં 90,415 ભારતીય હતા. ભારતીય એજન્સીના સૂત્રોનું કહેવું છે કે તેમાંથી લગભગ 50% સંખ્યા ગુજરાતીઓની હતી.
સૂત્રોએ એમ પણ જણાવ્યું કે દર કલાકે લગભગ 10 ભારતીય પકડાઇ રહ્યાં હતા. કેનેડાની સરહદથી 43,764 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
ગુજરાતીઓ કેવી રીતે અમેરિકામાં કરે છે પ્રવેશ
કેનેડા તરફથી બૉર્ડર ક્રોસ કરવાના આંકડા જણાવે છે કે હવે ભારતીયો ખાસ કરીને ગુજરાતી મેક્સિકોના ડંકી રૂટની જગ્યાએ કેનેડાનો પ્રથમ પસંદ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે.
કેનેડા તરફથી બૉર્ડર પાર કરવી મેક્સિકોની તુલનામાં આસાન છે. કેનેડાના વિઝા લઇને ગયેલા ભારતીય ત્યાં ટેક્સી દ્વારા બૉર્ડર પાર કરીને અમેરિકા પહોંચી જાય છે. જોકે, અમેરિકાએ તાજેતરના વર્ષોમાં અહીં પણ ચેક પોસ્ટ પર સુરક્ષા વધારી દીધી છે.
ગુજરાતીઓનો મેક્સિકોની જગ્યાએ કેનેડાનો રૂટ પ્રથમ પસંદ
ઇમિગ્રેશન નેટવર્કના સૂત્રએ જણાવ્યું, 'લોકો બે કારણે મેક્સિકોના રસ્તાનો ઓછો ઉપયોગ કરી રહ્યાં છે. પ્રથમ દૂબઇ અને તુર્કીમાં તેમને કેટલાક સમય સુધી રોકી દેવામાં આવે છે. બીજો અમેરિકન એજન્સીઓ છેલ્લા કેટલાક વર્ષથી આ દેશમાં રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓ પર નજર રાખી રહી છે અને તેમને માનવ તસ્કરીના નેટવર્કને તોડી નાખ્યો છે.
એક અન્ય સૂત્રનું કહેવું છે, 'ગુજરાતી લોકો હવે મેક્સિકોની જગ્યાએ કેનેડાના રસ્તાને પસંદ કરી રહ્યાં છે કારણ કે ત્યાંથી ટેક્સી કરીને આસાનીથી અમેરિકામાં પ્રવેશ કરી શકાય છે. જોકે, અમેરિકન અધિકારીઓએ આ સરહદ પર પણ સુરક્ષા વધારી દીધી છે. મોટાભાગના લોકો કેનેડાના વિઝા લઇને જાય છે પરંતુ પકડાઇ જવા પર થોડા સમય બાદ ફરી પ્રયાસ કરે છે.'
મહત્ત્વપૂર્ણ છે કે ગત વર્ષે આવેલા રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2019થી માર્ચ 2023 વચ્ચે ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા 1.49 લાખ ભારતીયોની અટકાયત કરવામાં આવી હતી. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાંથી મોટાભાગના ગુજરાત અને પંજાબના રહેવાસી હતા.
જાન્યુઆરી 2022માં 5,459 ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતા પકડવામાં આવ્યા હતા તેમાંથી 708ને અમેરિકા-કેનેડાની સરહદ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2023માં આ સંખ્યા લગભગ 36 ટકા વધી હતી કારણ કે 7,421 ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા તેમાંથી 2,478ને અમેરિકા-કેનેડા સરહદ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
અમેરિકામાં ગુજરાતીઓની સંખ્યા
અમેરિકામાં પહેલાથી જ મોટી સંખ્યામાં ગુજરાતી લોકો રહે છે જે અલગ અલગ સમુદાય સાથે જોડાયેલા છે. અમેરિકામાં સૌથી વધુ ગુજરાતીઓ ન્યૂ જર્સી, ન્યુયોર્ક, સાનફ્રાન્સિસ્કો, લૉસ એન્જલસ, વૉશિંગ્ટન ડી.સી, શિકાગો, ડલ્લાસ અને ફિલાડેલ્ફિયામાં રહે છે.ગુજરાતીઓ ખાસ કરીને પાટીદારો, સબવે અને ડંકિન ડોનટ્સ જેવી ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ચેનની ફ્રેન્ચાઇઝીમાં પણ વર્ચસ્વ ધરાવે છે.
ડંકી રૂટનો ખર્ચો 50થી 70 લાખ રૂપિયા
ભારતમાંથી એક ડંકીના અમેરિકા પહોંચવાનો એવરેજ ખર્ચ 20થી 25 લાખ રૂપિયા છે. ક્યારેક આ ખર્ચ 70 લાખ સુધી પણ પહોંચી જાય છે. આ કામમાં જોડાયેલા એજન્ટ લોકોને દાવો કરે છે કે જેટલા વધારે પૈસા આપશે એટલી મુશ્કેલી ઓછી થશે.
અમેરિકામાં પ્રવેશવા જતા ગુજરાતી દંપત્તિએ ગુમાવ્યો હતો જીવ
કેનેડા-અમેરિકા બોર્ડર પર અમેરિકન સરહદથી માત્ર 12 મીટર દૂર 4 લોકોની લાશ મળી હતી. આ લોકોની ઓળખ ગાંધીનગરના ડિગુંચા ગામના જગદીશ પટેલ, તેમના પત્ની વૈશાલીબેન, 12 વર્ષની દીકરી અને 3 વર્ષના પુત્રના રૂપમાં થઇ હતી. ડિગુંચા ગામના સ્કૂલ શિક્ષક જગદીશ પટેલને પોતાના પરિવાર સાથે ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશવા જતા મોત મળ્યું હતું. આવા તો અનેક કિસ્સા સામે આવ્યા છે.








