Video: નેપાળમાં લેન્ડિંગ સમયે જ હવામાં 2 હેલિકોપ્ટરની ટક્કર, 1નું મોત

સોર્સ: gstv

નેપાળના એવરેસ્ટ બેઝ કેમ્પ પર બે હેલિકોપ્ટર અથડાયા અને ક્રેશ થયા. આ અકસ્માતમાં એક વિદેશી નાગરિકનું મોત થયું, જ્યારે બે અન્ય ઘાયલ થયા. આ ઘટના એવરેસ્ટ બેઝ કેમ્પમાં બની; હેલિકોપ્ટર ફિશટેલ એર અને ડાયનેસ્ટી એરના હતા. આ ઘટનાથી ઘટનાસ્થળે હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

અહેવાલો અનુસાર, મંગળવારે સવારે (૩ નવેમ્બર) નેપાળના માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રમાં ફેરિચે હેલિપેડ પર ઉતરાણ કરતી વખતે બે હેલિકોપ્ટર અથડાયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું - એક ભારતીય નાગરિકની ઓળખ બસંત કુમાર બલરામરામડુ તરીકે થઈ છે. અન્ય બે ઘાયલ થયા છે: એક ભારતીય નાગરિક શૈલેષ કૃષ્ણ પટેલ છે અને બીજો ન્યુઝીલેન્ડનો નાગરિક છે.નેપાળના સોલુખુંબુ જિલ્લામાં મંગળવારે સવારે એક મોટી ઘટના સામે આવી છે. કાઠમંડુથી લગભગ 250 કિલોમીટર દૂર આવેલા ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ કરતી વખતે બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ દર્દનાક અકસ્માતમાં 47 વર્ષીય એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું છે, જ્યારે ભારતીય મૂળના 53 વર્ષીય ન્યુઝીલેન્ડના નાગરિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

જાહેરાત

અકસ્માત કેવી રીતે થયો?

સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળના જણાવ્યા અનુસાર, ફિશટેલ એર અને ડાયનાસ્ટી એર દ્વારા સંચાલિત બે હેલિકોપ્ટર જ્યારે લેન્ડિંગ માટે હેલિપેડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમની પાંખો (રોટર બ્લેડ) એકબીજા સાથે ભટકાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં લેન્ડિંગ વખતે હેલિકોપ્ટર એકબીજાની ખૂબ નજીક આવી જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું સ્પષ્ટ દેખાય છે.

સોલુખુંબુ જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકની ઓળખ 47 વર્ષીય વસંત કુમાર બાલારા માડુ તરીકે થઈ છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની કાર્યવાહી માટે હેલિકોપ્ટર દ્વારા લુકલા લઈ જવામાં આવ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા 53 વર્ષીય શૈલેષ કિશન પટેલ (જેઓ ન્યુઝીલેન્ડના નાગરિક છે) તેમને તાત્કાલિક સારવાર અર્થે એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.

નેપાળમાં હેલિકોપ્ટર સેવાઓનું મહત્ત્વ

નેપાળના પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓ, પર્વતારોહકો, જરૂરી વસ્તુઓ પહોંચાડવા અને ઈમરજન્સી રેસ્ક્યૂ ઓપરેશન માટે નાના હેલિકોપ્ટરનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં એવિએશન ઓથોરિટી અને પોલીસ વિભાગ દ્વારા આ ઘટના અંગે વધુ વિગતો અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત