હોર્મુજ સ્ટ્રેટમાં 7 તેલ ટેન્કર તબાહ, ઈરાને આપી ચેતવણી

ઇરાનના નૌકાદળના હુમલામાં અથવા તો તેણે બિછાવેલી સમુદ્રી સુરંગો સાથે અથડાવવાના લીધે એક જ રાતમાં સાત ઓઇલ ટેન્કરોમાં આગ લાગી હતી અથવા તો ભારે નુકસાન થયું હતું. એક જ રાતમાં આટલા બધા ટેન્કરોને નુકસાન થયું હોવાની ઘટના આટલા યુદ્ધમાં પણ ક્યારેય બની નથી. તે સંજોગોમાં આ નવી સ્થિતિના પગલે અમેરિકા અને ઇરાન વચ્ચેનું યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના વધારે પ્રબળ બની ગઈ છે. હાલમાં તો બંને દેશ વચ્ચે બરોબરનો ભારેલો અગ્નિ છે અને ગમે તે ઘડીએ તેમા પલિતો ચંપાઈ શકે છે.
ઇરાનના સરકારી ટેલીવિઝને જણાવ્યું હતું કે સાત ઓઇલ ટેન્કરમાં આગ લાગી છે. ગુરુવારે તેમના પર હુમલો થયા પછી અને તે માઇન્સને અથડાયા પછી આ નુકસાન થયું છે. ૨૮મી ફેબુ્રઆરીએ અમેરિકા-ઇરાન યુદ્ધ શરૂ થયા પછી આ રીતે એક જ દિવસમાં આટલા બધા ટેન્કરોને નુકસાન થયાની ઘટના પહેલી વખત બની છે.રિવોલ્યુશનરી ગાર્ડ્સની નેવીને ટાંકીને આપેલા નિવેદનમાં ઇરાને જણાવ્યું હતું કે ચાર ટેન્કરો ઓઇલ ટ્રાન્સફર કરી રહ્યા હતા ત્યારે તેને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યારે ત્રણને માઇન્સને અથડાવવાના લીધે નુકસાન થયું હતું. જો કે તેમા જાનહાનિના કે આ ટેન્કરો ક્યાંના હતા તેની કોઈ વિગતો આપી નથી.અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો અમેરિકા ટેન્કરોને હોર્મુઝમાંથી બીજા રુટે લઈ જવામાં મદદ કરે છે તો રિવોલ્યુશનરી ગાર્ડ ખાડી દેશોમાં આવેલા અમેરિકાના થાણાઓ પર હુમલા કરી શકે છે. યુદ્ધ દરમિયાન રિવોલ્યુશનરી ગાર્ડ નિયમિત રીતે અમેરિકન થાણાઓને લક્ષ્યાંક બનાવતા આવ્યા છે.આ ઉપરાંત ઇઝરાયેલે છેક ઇરાનની સરહદ સુધી એરફોર્સ દ્વારા યુદ્ધાભ્યાસ કરતાં તંગદિલીમાં વધારો થયો છે. આગામી દિવસોમાં ફરીથી યુદ્ધ ફાટી નીકળશે તો આશ્ચર્ય નહીં થાય. ઇઝરાયેલમાં ચૂંટણી અને અમેરિકામાં મિડટર્મ ઇલેકશન પછી બંને દેશ ઇરાન પર હુમલા કરવાનું શરૂ કરે તો આશ્ચર્ય નહીં થાય.
ઇરાનના હોર્મુઝમાં સાત ટેન્કરો પરના હુમલાના દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી કરી શકાઈ નથી. ઇરાન અમેરિકા સાથેની વાતચીતમાં સતત હોર્મુઝ પરના દાવાનો પુનરોચ્ચાર કરતું આવ્યું છે, જેનો અમેરિકા વિરોધ કરતું આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકા-ઇરાન યુદ્ધને આટલો સમય થયો તેમા કોમર્સિયલ જહાજ પર સૌથી વધુ હુમલા ઓક્ટોબરમાં થયા હતા, એમ બ્રિટિશ મિલિટરી મોનિટરે જણાવ્યું હતું.હવે જો ફરીથી યુદ્ધ શરૂ થાય તો આ વિસ્તારના નાગરિકોનું જીવન તો ભયમાં મૂકાય જ, પરંતુ વૈશ્વિક ઓઇલ પુરવઠાને લઈને પણ મોટો અવરોધ સર્જાઈ શકે. તેના પગલે ફરી પાછી સપ્લાય ચેઇનને બ્રેક વાગી શકે છે. આ સંજોગોમાં ભાવ વધુ ઊંચા જઈ શકે છે. નેચરલ ગેસ, ખાતર, ઓઇલ, ખાતર વગેરેની ડિલિવરી અત્યંત ખર્ચાળ બની શકે છ.સાઉદી અરેબિયાના ઓઇલ ફિલ્ડ પર અને એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીય સહિત ત્રણના મોત નીપજ્યા હતા. યમનના હુથીઓએ મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. એરપોર્ટ-ઓઇલફિલ્ડ પરની એર ડિફેન્સ સિસ્ટમ તેને રોકવામાં નિષ્ફળ ગઈ હતી. સાઉદી અરેબિયાના દમ્મામમાં કિગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ હુમલો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાઉદી અરામ્કોની રિફાઇનરી પર કરાયેલા હુમલામાં એક ભારતીય ઇજા પામ્યો હતો.યમનની સાઉદી સમર્થિત સરકારે જણાવ્યું હતું કે તેઓ હુથીઓની રેલીમાં ત્રાટકી શકે છે. નાગરિકો પર હુમલાના વોર ક્રાઇમ કહેવાય છે.
રેડ સીમાં ભારતીયોને લઈ જતી હોડી પર સાઉદીનો હુમલો
રેડ સીમાં ભારતીય નાગરિકોને લઈ જતી એક નાવ પર સાઉદી અરેબિયાએ સ્ટ્રાઇક કરી હોવાનું સામે આવ્યું છે. યમનના હુથી બળવાખોરોએ જણાવ્યું હતું કે જુકર દ્વીપ પાસે આ નાવને લક્ષ્યાંક બનાવવામાં આવી. તેમા ૧૪ ભારતીય સવાર હતા. હુથીઓના લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની ટીમ નાવ પર સવાર લોકોને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે. જો કે આ ઘટનાને લઈને તંત્રમાં કોઈને કશી ખબર નથી.
ઇરાને ૧૦૦ કિલો શસ્ત્રો લઈ જઈ શકતાં નવા ડ્રોન બનાવ્યા
તહેરાન : ઇરાનના સરકારી ટીવીએ ગુરુવારે સંખ્યાબંધ ડઝનના પ્રમાણમાં મિલિટરી ડ્રોન બતાવ્યા હતા.આ ડ્રોન અગાઉના ડ્રોન કરતાં વધુ શક્તિશાળી અને વધુ સોફિસ્ટિકેટેડ છે. અહેવાલમાં આ ડ્રોન કોઈ અંડરગ્રાઉન્ડ લોકેશનમા ંહોવાનું બતાવાયું હતું. આ ડ્રોન ૧૦૦ કિલોગ્રામ સુધીના શસ્ત્રો ઉચકીને લઈ જાય છે. તે અગાઉની પેઢીના ડ્રોન કરતાં બમણા પાવરફુલ છે. ઇરાન ડ્રોન અને અનમેન્ડ સિસ્ટમ બનાવવામાં એક નવા જ સ્તરે પહોંચી ગયું છે.









