Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Situation Explosive in Hormuz Strait: Iran Laalghoom, a series of missile-drone attacks on oil tankers as Trump rejects peace proposal

હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિતિ વિસ્ફોટક: ટ્રમ્પે શાંતિ પ્રસ્તાવ ફગાવતાં ઈરાન લાલઘૂમ, ઓઇલ ટેન્કર્સ પર મિસાઇલ-ડ્રોન વડે શ્રેણીબદ્ધ હુમલા

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિતિ વિસ્ફોટક: ટ્રમ્પે શાંતિ પ્રસ્તાવ ફગાવતાં ઈરાન લાલઘૂમ, ઓઇલ ટેન્કર્સ પર મિસાઇલ-ડ્રોન વડે શ્રેણીબદ્ધ હુમલા
સોર્સ : gstv

મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત વિસ્ફોટક અને ભયાનક વળાંક લઈ ચૂકી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલતા ગતિરોધને ઉકેલવા અમેરિકા સમક્ષ શાંતિનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને સખત શબ્દોમાં ફગાવી દેતાં ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને શક્તિપ્રદર્શન કરતાં અમેરિકન સૈન્ય સુરક્ષા હેઠળ જઈ રહેલા ઓઈલ ટેન્કર્સ અને જહાજો પર એન્ટી-શિપ મિસાઈલો અને આત્મઘાતી ડ્રોન વડે શ્રેણીબદ્ધ ભયાનક હુમલા કર્યા છે.

App Store

હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલા આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ખોરવાઈ ગયો છે અને એશિયાથી લઈને યુરોપ સુધી ભારે ઉર્જા સંકટ ઘેરાવાની દહેશત ઊભી થઈ છે.

ઓઈલ ટેન્કર પર ક્રુઝ મિસાઈલથી હુમલો, 10થી વધુ ધડાકા સંભળાયા

મળતી માહિતી મુજબ, દક્ષિણ ઈરાનના સિરિક અને કેશ્મ ટાપુના દરિયાઈ વિસ્તારમાંથી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા અમેરિકન નૌકાદળની નાકાબંધી વચ્ચેથી પસાર થતાં કોમર્શિયલ જહાજો તરફ મિસાઈલો છોડવામાં આવી હતી:

ટેન્કર ક્ષતિગ્રસ્ત: પ્રાપ્ત પ્રાથમિક અહેવાલો અનુસાર, ઈરાનની ક્રૂઝ મિસાઈલ અને ડ્રોન હુમલાની લપેટમાં આવતા ઓછામાં ઓછું એક તેલ ટેન્કર ભયાનક રીતે ક્ષતિગ્રસ્ત થયું છે.

શ્રેણીબદ્ધ ધડાકા: સિરિક કિનારા અને ફારસની ખાડીમાંથી પસાર થતાં જહાજો પરથી 10થી પણ વધુ મોટા ધડાકાઓ સંભળાયા હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે.

IRGC સ્પીડ બોટ્સ સક્રિય: લારક ટાપુ આસપાસ ઈરાન સૈન્યની અતિ-ઝડપી હુમલો કરતી સ્પીડ બોટ્સ આક્રમક રીતે પેટ્રોલિંગ કરી રહી છે.

"ઈરાન તબાહ થઈ રહ્યું છે…" : ટ્રમ્પનો પ્રહાર

ઈરાનના આક્રમક હુમલા અને પ્રસ્તાવ ફગાવવા અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં આકરું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, "ઈરાન અત્યારે હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ખોલવા માંગે છે. જાણો છો શા માટે? કારણ કે તેઓ તબાહ થઈ રહ્યા છે અને તેમની પાસે આવતો પૈસાનો પ્રવાહ સંપૂર્ણ બંધ થઈ ગયો છે. તેમણે હોર્મુઝ બંધ કરીને દુનિયા માટે મુશ્કેલી ઊભી કરવાની કોશિશ કરી હતી, પરંતુ મેં સૈન્ય ઈતિહાસની સૌથી મોટી નૌકાદળ નાકેબંધી (Blockade) લાદી દીધી છે."

ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે, અમેરિકાએ સ્ટીલની દીવાલ જેવી નાકેબંધી કરી છે, જેના કારણે ઈરાન પાસે નાણાં ખૂટી ગયા છે અને હવે બાકીની દુનિયા માટે આ દરિયાઈ માર્ગ ખુલ્લો રખાશે પણ ઈરાનને તેનો લાભ મળવા દેવાશે નહીં.