Video: “મૃત્યુ જ લખાયું હોય તો પોતાની માતૃભૂમિની માટી અને પોતાના લોકો વચ્ચે મરવાનું પસંદ કરશે”

સોર્સ: gstv

એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં શેખ હસીનાએ જણાવ્યું કે, ભારતમાંથી પરત ફરતી વખતે જો તેમને ધરપકડ કે ફાંસીની સજાનો પણ સામનો કરવો પડે, તો પણ તેઓ પોતાના નિર્ણયથી પીછેહઠ નહીં કરે. તેમણે કહ્યું કે જો તેમના નસીબમાં મૃત્યુ જ લખાયું હોય, તો તેઓ અન્ય કોઈ દેશમાં રહેવાને બદલે પોતાની માતૃભૂમિની માટી અને પોતાના લોકો વચ્ચે મરવાનું પસંદ કરશે. ઉલ્લેખનીય છે કે શેખ હસીના ૧૯૯૬થી ૨૦૦૧ અને ૨૦૦૯થી ૨૦૨૪ સુધી બાંગ્લાદેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. જોકે, ઓગસ્ટ ૨૦૨૪માં વિદ્યાર્થીઓના હિંસક વિરોધ પ્રદર્શન બાદ તેમણે રાજીનામું આપીને ભારતમાં શરણ લેવી પડી હતી. હવે તેમના આ નિર્ણયથી બાંગ્લાદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત